________________
છેદશાસ્ત્ર : નિશીથ
સૂત્ર સારાંશ
સૂત્ર-૭ : સાધ્વીજીની ચાદર ગૃહસ્થ પાસે સીવડાવે. સૂત્ર-૮ : પૃથ્વી આદિ પાંચે સ્થાવર જીવોની થોડી પણ વિરાધના કરે. સૂત્ર-૯ : સચિત્ત વૃક્ષ પર ચઢે.
સૂત્ર-૧૦-૧૩: ગૃહસ્થના વાસણમાં ખાય, ગૃહસ્થના વસ્ત્ર પહેરે, ગૃહસ્થની શય્યા આદિ પર બેસે, ગૃહસ્થની ચિકિત્સા કરે. સૂત્ર-૧૪ : પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરે.
સૂત્ર-૧૫ : સચેત પાણીના ઉપયોગમાં આવતાં વાસણથી આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૬-૩૦ : દર્શનીય સ્થળો જોવા જાય. સૂત્ર-૩૧ : મનોહર રૂપોમાં આસક્ત થાય.
સૂત્ર-૩૨ : પહેલા પહોરમાં ગ્રહણ કરેલા આહાર-પાણી ચોથા પહોરમાં વાપરે. સૂત્ર-૩૩ : બે ગાઉ આગળ લઈ જઈ આહાર પાણીનો ઉપયોગ કરે. સૂત્ર-૩૪-૪૧ : ગોબર કે લેપ્ય પદાર્થ રાતમાં લગાવે કે રાત્રે રાખી દિવસે લગાવે. સૂત્ર-૪૨-૪૩ : ગૃહસ્થ પાસે ઉપધિ ઉપડાવે તથા તેને આહાર દે. સૂત્ર-૪૪ : મોટી નદીઓને મહિનામાં એકવારથી વધુ વાર ઉતરી ને કે તરીને પાર કરે.ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લધું ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. તેરમા ઉદ્દેશકનો સારાંશ
૩૬
સૂત્ર-૧-૮ ઃ જે મુનિ સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર, પાણીથી સ્નિગ્ધ ભૂમિ પર, સચિત્ત રજયુક્ત પૃથ્વી પર, સચિત્ત માટી યુક્ત પૃથ્વી પર, સચિત્ત પૃથ્વી પર, શિલા યા પથ્થર પર તથા જીવ યુક્ત કાષ્ઠ યા ભૂમિ પર ઊભા રહેવું, બેસવું, સૂએ. સૂત્ર-૯-૧૧ : ભીંત પાળી આદિથી અનાવૃત ઊંચાસ્થાન પર ઊભા રહે, બેસે,સૂએ. સૂત્ર-૧૨ : ગૃહસ્થને શિલ્પ આદિ લૌકિક કાર્ય શીખડાવે. સૂત્ર-૧૩-૧૬ : ગૃહસ્થને સરોષવચન, રૂક્ષવચન કહે અથવા અન્ય કોઈ પ્રકારથી તેની આશાતના કરે.
સૂત્ર-૧૭-૧૮ : ગૃહસ્થના કૌતુક કર્મ યા ભૂતિકર્મ કરે. સૂત્ર-૧૯-૨૦ ઃ ગૃહસ્થને કૌતુક પ્રશ્ન કરે અથવા એનો ઉત્તર દે. સૂત્ર-૨૧ ઃ ગૃહસ્થને ભૂતકાળ સંબંધી નિમિત્ત બતાવે. સૂત્ર-૨૨-૨૪ : લક્ષણ, વ્યંજન અથવા સ્વપ્નના ફળ બતાવવા. સૂત્ર-૨૫-૨૭ : ગૃહસ્થ માટે વિધા, મંત્ર કે યોગનો પ્રયોગ કરે. સૂત્ર-૨૮ : ગૃહસ્થને માર્ગ આદિ બતાવે. સૂત્ર-૨૯-૩૦ : ગૃહસ્થને ધાતુ યા નિધિ બતાવે.
.
સૂત્ર-૩૧-૪૧ : પાત્ર, દર્પણ, તલવાર આદિમાં પોતાનું પ્રતિબિંબ જુએ. સૂત્ર-૪૨-૪૫ ઃ જે મુનિ સ્વસ્થ હોવા છતાં પણ વમન, વિરેચન કરે યા કોઈ પણ ઔષધનું સેવન કરે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org