________________
૩૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત)
સૂત્ર-૪-૬૩: પાર્થસ્થ, કુશીલ, અવસગ્ન, સંસક્ત, નિત્યક, કાશિક, પ્રેક્ષણિક, મામક, સાંપ્રસારિક; આ નવને વંદન કરે કે એની પ્રશંસા કરે. સૂત્ર-૬૪-૭૮: ઉત્પાદનના દોષોનું સેવન કરીને આહાર ગ્રહણ કરે તથા ખાય. ઈત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. @ @ @ી ચૌદમા ઉદ્દેશકનો સારાંશ| @ @ સૂત્ર-૧ઃ જે મુનિ પાત્ર ખરીદે અથવા ખરીદ કરીને લાવેલ પાત્ર લે. સૂત્ર-૨ : પાત્ર ઉધાર લે અથવા ઉધાર લાવેલા પાત્ર લે. સૂત્ર-૩: પાત્રનું પરિવર્તન કરે અથવા પરિવર્તન કરી લાવેલ પાત્ર લે. સુત્ર-૪: સાધુને માટે કોઈની પાસેથી ઝુંટવીને લાવેલપાત્ર, ભાગીદારની આજ્ઞા લીધા વિનાના પાત્ર અથવા સામે લાવેલા પાત્રો લે. સૂત્ર-૫ આચાર્યની આજ્ઞા વિના કોઈને વધુ પાત્ર દે. સૂત્ર-દઃ અવિકલાંગને કે સમર્થને વધુ પાત્ર છે. સૂત્ર-૭: વિકલાંગ કે અસમર્થને વધુ પાત્ર ન દે. સૂત્ર-૮-૯ઃ ઉપયોગમાં ન આવે તેવા પાત્રોને રાખે. ઉપયોગમાં આવે તેવા પાત્રોને છોડી દે. સૂત્ર૧૦૧૧ સુંદર પાત્રોને કુરૂપ કરે અથવા વિરૂપ પાત્રને સુંદર કરે. સૂત્ર-૧ર-૧૯ઃ જૂના પાત્રને દુર્ગધ યુક્ત પાત્રને વારંવાર ધોવે કે કર્ણાદિ લેપ લગાવે અથવા ઘણા દિવસો સુધી તેમાં પાણી આદિ ભરીને રાખે અને તેને સારા કરે. સૂત્ર-૨૦-૩૦: સચિત્ત સ્થાન, ત્રસ જીવ યુક્ત સ્થાન, દિવાલ વિનાના ઊંચા સ્થાન પર પાત્ર સૂકવે. સૂત્ર-૩૧-૩૬: પાત્રમાં ત્રસ જીવ, ધાન્ય-બીજ, કંદાદિ, પૃથ્વી, પાણી, અગ્નિ હોય તેને કાઢીને કે કઢાવીને પાત્ર છે. સૂત્ર-૩૭: પાત્ર પર કોતરણી કરે કે કોતરણીવાળા પાત્ર લે. સૂત્ર-૩૮-૩૯ઃ પોતાના ઘર સિવાય અન્ય કોઈ સ્થાનમાં રહેલ ગૃહસ્થ પાસેથી તેમજ કયાંય પણ કોઈની સાથે વિચારણા કરનારા પાસે પાત્રની યાચના કરવી. સૂત્ર-૪૦-૪૧: પાત્રને માટે ગૃહસ્થને પ્રતિજ્ઞાબદ્ધ કરીને માસકલ્પ યા ચાતુર્માસ રહેવું. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લધુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. છ, I પંદરમા ઉદ્દેશકનો સારાંશ શિક * * * સૂત્ર-૧-૪ઃ કઠોર વચન આદિથી અન્ય સાધુની આશાતના કરે. સૂત્ર-૫-૧રઃ સચિત્ત આમ્ર તથા તેના કટકા આદિ ગ્રહણ કરે અને વાપરે. સૂત્ર-૧૩-ss: ગૃહસ્થ પાસે પોતાના શરીર સંબંધી ૫૪ પ્રકારના પરિકર્મ કરાવે. સૂત્ર-૬૭-૭૫ : અકલ્પનીય સ્થાનોમાં મળમૂત્ર પરઠે.
Jain Eadcation International
For Private & Personal Use Only
www.jainelibrary.org