________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧૮૬
પોતાનાં હૃદયને સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંત બનાવી લેવું જોઈએ.
આવી રીતે ભાવોની શુદ્ધિ તેમજ હૃદયની પવિત્રતાની સાથે વ્યવહારથી ક્ષમા દેવી અને ક્ષમા માંગવી, આ પૂર્ણ ક્ષમાપના” વિધિ છે. પરિસ્થિતિવશ આવું સંભવ ન હોય તોપણ બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.-૧, સૂત્ર-૩૪ અનુસાર સ્વયંને પૂર્ણ ઉપશાંત કરી લેવાથી પણ આરાધના થઈ શકે છે. અંતર હૃદયમાં જો શાંતિ શુદ્ધિ ન થાય તો બાહ્ય-વિધિથી સંલેખના, ૧૫દિવસનો સંથારો અને વ્યવહારિક ક્ષમાપના કરી લેવાથી પણ આરાધના થઈ શકતી નથી, એવું ભગવતી સૂત્ર શતક ૧૩, ઉદ્દે –માં આવેલ અભીચિકમારના વર્ણનથી સ્પષ્ટ થાય છે. માટે સ્વયંના અંતર હૃદયમાં શુદ્ધિ, ઉપશાંતિ થઈ જવી જોઈએ; પોતાના કષાય-ક્લેશના કેનારાજગીના ભાવોથી પૂર્ણ નિવૃત્તિ થવી પરમાવશ્યક છે. એવું થવા પર જ દ્રવ્ય અને ભાવથી પરિપૂર્ણ ક્ષમાપના થઈ ને તે સાધક પોતાની સાધનામાં આરાધક થઈ શકે છે.
ક્કિ હક્ક I [] ચંદ્ર પડિમાઓના વિશિષ્ટ નિયમી કે ક્ષ [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૧૦: સૂત્ર-૧, ૨] આ બન્ને ચંદ્ર પડિમાઓ વિશિષ્ટ યોગ્યતાવાળા ભિક્ષુ જ ધારણ કરી શકે છે. આ પડિમાઓમાં આહાર-પાણીની દત્તિઓ સૂત્રાનુસાર ક્રમશઃ વધ-ઘટ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. આહાર પાણીની દત્તિઓની સંખ્યાની સાથે-સાથે આ પડિમાઓમાં નીચે લખેલ નિયમોનું પાલન કરવું જરૂરી છે–
(૧) શારીરિક મમત્વનો ત્યાગ કરવો અર્થાત્ નિયમિત, પરિમિત આહાર સિવાય ઔષધ-મેષજ વગેરેના સેવનનો અને બધા પ્રકારના શરીર પરિકર્મનો ત્યાગ કરવો. (૨) દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા કરવામાં આવેલ ઉપસર્ગોનો પ્રતિકાર ન કરવો અને તેનાથી બચવાનો પ્રયત્ન પણ ન કરવો. (૩) કોઈના વંદન કે આદર સત્કાર કરવા પર ખુશ ન થવું પરંતુ સમભાવમાં લીન રહેવું.
(૪) જે માર્ગમાં અથવા જે ઘરની બહાર પશુ-પક્ષી હોય તો પશુઓ ચારો ચરી લે પછી અને પક્ષીઓ દાણા ચણી લે પછી જ પડિમાધારીએ આહાર લેવાને માટે ઘરમાં પ્રવેશ કરવો. (૫) પડિમાધારીના આવવાની સૂચના કે જાણકારી ન હોય કે તેની કોઈ પ્રતીક્ષા ન કરતું હોય તેવા અજ્ઞાત ઘરોમાંથી આહાર-પાણી લેવા. (૬) ઊછ–વિગય રહિત રૂક્ષ આહાર લેવો. (૭) શુદ્ધોપહૃત એટલે લેપ રહિત આહારાદિ ગ્રહણ કરવા. (૮) અન્ય ભિક્ષુ, શ્રમણ સાધુ જ્યાં ઉભા હોય ત્યાં ભિક્ષા લેવા ન જવું. (૯) એક વ્યક્તિનો આહાર હોય તેમાંથી લેવું, અધિક વ્યક્તિઓના આહારમાંથી ન લેવું.
(૧૦) કોઈ પણ ગર્ભવતી સ્ત્રીની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૧) જે સ્ત્રી નાના બાળકને દૂધ પીવડાવી રહી હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૨) નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org