________________
છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૦૬
ભાષ્યકારે અગ્નિ અને દીપક સંબંધી થનારા જે દોષ બતાવ્યા છે, તે વધારે ખુલ્લા દીપકમાં ઘટિત થાય છે તથાપિ વર્તમાનની વિજળીમાં પણ કંઈક ઘટિત થાય છે, અર્થાત્ ત્રસ જીવોની વિરાધના અને પ્રકાશનો ઉપયોગ લેવાના પરિણામ કે પ્રવૃત્તિ થવી તેમાં પણ સંભવ છે.
નિષ્કર્ષ આ જ છે કે ગૃહસ્થની નિશ્રાવાળા અલગ વિભાગમાં પાણી રહે કે અલ્પ સમય માટે કયાંય પણ અગ્નિદીપક જલે તો સાધુને રહેવામાં બાધા નથી, પરંતુ રાત આખી અગ્નિ કે દીપક સળગે અને સાધુની નેશ્રાવાળા વિભાગમાં દિવસ રાત પાણી રહે તો ત્યાં ન રહેવું જોઈએ; અન્ય સ્થાનના અભાવમાં એક બે રાત્રિ રહી શકે છે.
સાધુ રહ્યા પછી ગૃહસ્થોને માટે અલ્પ સમય માટે પાણી કેદીપકની વ્યવસ્થા કરવામાં આવે તો તેની કોઈ બાધા સમજવી નહિ.
પાણીના નિષેધ વિષે સૂત્રમાં અચિત્ત જલનું જ કથન છે. તથાપિ સચિત્ત જલની વિરાધના થવાનો સંભવ હોય તો ત્યાં પણ ન રહેવું જોઈએ.
સેલની ઘડિયાળ ઉપાશ્રયમાં રાખી હોય તો તેનો આ સૂત્રોથી કોઈ પણ સંબંધ નથી. અર્થાત્ એવી ઘડિયાળ યુક્ત ઉપાશ્રયમાં રહેવામાં કોઈ બાધા નથી. કારણ કે ઉપર કહેલા કોઈ પણ દોષ કે વિરાધના થવાની સ્થિતિ તેમાં નથી.
પરિશિષ્ટ-પઃ એટલા દિવસનું પ્રાયશ્ચિત્ત, આ કથન મિથ્યા છે || [ઉદ્દેશક–૨: સૂત્ર-૪] કોઈ પણ સૂત્ર કથિત મર્યાદાના ઉલ્લંઘન માટે સૂત્રોમાં
જ્યાં પ્રાયશ્ચિત્તનું કથન છે ત્યાં એક વચનની અપેક્ષાએ સંતરા છ વ પરિહારે વા આ વાક્યનો પ્રયોગ છે અને બહુવચન માટે સબૅહિં કિં તપત્તિ છે વા પરિહારે વા આ વાક્યનો પ્રયોગ છે.
બહુવચનનો ઉક્ત પ્રયોગ વ્યવહાર સૂત્રમાં પાંચ વાર થયો છે અને એક વચનનો ઉક્ત પ્રયોગ બૃહકલ્પ અને વ્યવહાર સૂત્રમાં અનેકવાર થયો છે.
આ બધા સ્થળોએ ટીકાકારે એક જ પ્રકારનો અર્થ કર્યો છે, તેનો ભાવાર્થ આ છે કે૧. એકવચન : - તે સંયમીને પોતે કરેલી મર્યાદા ઉલ્લંઘનનું પાંચ અહો રાત્રિ આદિ છેદકે લઘુમાસિક આદિતપનું પ્રાયશ્ચિત્ત આવે છે અર્થાત્ મર્યાદા ઉલ્લંઘનની વિચાર પરિણતિ છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય હોય તો છેદનું અને તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય હોય તો તપનું પ્રાયશ્ચિત્ત આવે છે. એકાંત છેદનો આગ્રહ સૂત્રમાં નથી. ૨. બહુવચન:- તે બધાને પોતાની મર્યાદા ઉલ્લંઘનના નિમિત્તે યથાયોગ્ય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org