________________
૧૦૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત
કે ભયભીત હોવાની પ્રકૃતિ જ સમજવી જોઈએ. શેષ વિવેચન સાધુ સંબંધી વિવેચનની સમાન જ સમજવું જોઈએ. પરંતુ સાધ્વીજીઓને કોઈ પણ પ્રકારના અપવાદમાં પણ એકલા જવાનું ઉચિત નથી અને કોઈ વિશેષ પરિસ્થિતિ હોય તો શ્રાવિકાને સાથે લઈને જવું શ્રેયસ્કર રહે છે.
અન્ય કોઈ વિશેષ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વી ઉચ્ચાર માત્રકમાં મલ વિસર્જન કરી પ્રાતઃ કાલે પરઠી પણ શકે છે અને તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરી શકે છે.
પરિશિષ્ટ-૪ઃ આખી રાત પાણી અને અગ્નિ રહેવાવાળા સ્થાન [ઉદ્દેશક–૨: સૂત્ર-૭] જે મકાનમાં આખી રાત કે રાતદિવસ અગ્નિ બળતી રહે છે, તે(કુંભાર શાળા કે લુહારશાળા) સ્થાનમાં સાધુને રહેવું કલ્પતું નથી. જો રહેવાના સ્થાનમાં અને ગમનાગમનના માર્ગમાં અગ્નિ જલતી ન હોય પરંતુ અન્યત્ર કયાંય પણ (વિભાગમાં) જલતી હોય, તો રહેવું કહ્યું છે. એવી રીતે સંપૂર્ણ રાત્રિ કે દિવસ-રાત્રિ જયદીપક જલે છે તે સ્થાન પણ અકલ્પનીય છે. અગ્નિ કે દીપકયુક્ત સ્થાનમાં રહેવાથી દોષઃ- (૧) અગ્નિ કે દીપકની પાસે ગમનાગમન કરવાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. (ર) હવાથી કોઈ ઉપકરણ પડીને બળી શકે છે. (૩) દીપકને કારણે આવનારા ત્રસ જીવોની વિરાધના થાય છે. (૪) ઠંડી નિવારણ કરવા માટેનો સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે.
આચા. શ્રુ.૨ અ. ૨ ૧.૩મા પણ અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે અને નિશીથ ઉ. ૧૬ માં, એના પ્રાયશ્ચિત્તનું વિધાન છે, એને પણ સર્વ રાત્રિની અપેક્ષાએ સમજવું.
આ આગમ સ્થળોમાં અલ્પકાલીન અગ્નિ કે દીપકનો નિષેધ કર્યો નથી. કારણ કે આ સૂત્રના પ્રથમ ઉદ્દેશકમાં પુરુષ સાગારિક ઉપાશ્રયમાં સાધુને અને
સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં સાધ્વીને રહેવાનું વિધાન છે, જ્યાં અગ્નિ કે દીપક જલવાની સંભાવના પણ રહે છે. તેથી આ સૂત્રોથી સંપૂર્ણ રાત્રિ અગ્નિ જલવાના સ્થાનોનો જ નિષેધ સમજવો જોઈએ. અન્યવિવેચન પૂર્વ સૂત્રની સમાન સમજવું જોઈએ.
જે સ્થાનોમાં પુરુષ કે સ્ત્રી કોઈ પણ સ્વપક્ષનો નિવાસ હોય ત્યાં અગ્નિ અને પાણી તો રહે જ છે, કારણ કે તેઓ પીવા માટે પાણી રાખશે અને અન્ય કાર્ય માટે સમય પર અગ્નિ અને દીપક જલાવે, તે સ્વાભાવિક છે. તેઓને પીવાનું પાણી અલગ વિભાગમાં રહે છે અને તેઓના દીપક અને અગ્નિ પણ અલગ વિભાગમાં રહે છે, અથવા અલ્પકાલીન હોય છે, સંપૂર્ણ દિવસ રાત જલનારા નહિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org