________________
છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
સ્વાધ્યાયને માટે કે મલ વિસર્જન માટે દૂર જઈને પુનઃ આવવામાં સમય અધિક લાગે છે. આ કારણથી એકલા જવામાં અનેક આપત્તિઓ અને આશંકાઓની સંભાવના રહે છે. જેમ કે– (૧) પ્રબલ મોહના ઉદયથી કે સ્ત્રી ઉપસર્ગથી પરાજિત થઈને એકલો સાધુ બ્રહ્મચર્ય ખંડિત કરી શકે છે. (૨) સર્પ આદિ જાનવરના કરડવાથી મૂર્છા આવવાથી કે કોઈ ટક્કર લાગવાથી પડી શકે છે. (૩) ચોર, ગ્રામ રક્ષક આદિ પકડી શકે છે અને મારપીટ કરી શકે છે. (૪) સ્વયં પણ કયાંક ભાગી શકે છે. (૫) અથવા આયુ સમાપ્ત થઈ જાય તો તેના મરવાની ઘણા સમય સુધી કોઈને જાણકારી થતી નથી. ઇત્યાદિ કારણોથી રાત્રિમાં એકલા સાધુએ મલ ત્યાગ માટે અને સ્વાધ્યાય કરવા માટે ઉપાશ્રયની સીમાની બહાર ન જવું જોઈએ. ઉપાશ્રયની સીમામાં જવાથી ઉક્ત દોષોની સંભાવના પ્રાયઃ રહેતી નથી. કારણ કે ત્યાં તો અન્ય સાધુઓનું આવવા જવાનું રહ્યા કરે છે અને કોઈ અવાજ થાય તો સાંભળી પણ શકાય છે.
૧૦૪
સાધુઓની સંખ્યા વધુ હોય અને મકાન નાનું હોય અથવા ઉપાશ્રયમાં અસ્વાધ્યાયનું કોઈ કારણ થઈ જાય તો રાત્રિમાં સ્વાધ્યાય માટે અન્યત્ર ગમનાગમન કરી શકાય છે, અન્યથા રાત્રિમાં ઈર્યાનો કાલ ન હોવાથી ગમનાગમન કરવાનો નિષેધ જ છે.
ઉપાશ્રયની યાચના કરતી વખતે પણ તે મલ મૂત્ર ત્યાગવાની ભૂમિથી સમ્પન્ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એવું વિધાન આચા. શ્રુ. ૨ અ.ર ઉ.૨માં તથા દશવૈ. અ. ૮ ગાથા–પર માં છે. મલ મૂત્ર આદિ શરીરના સ્વાભાવિક વેગોને રોકી શકાતા નથી એટલે રાત્રિમાં પણ આવશ્યક હોય ત્યારે કોઈ સાધુને બહાર જવું પડે છે.
ભાષ્યકારે બતાવ્યું છે કે જો સાધુ ભયભીત થનારા ન હોય અને ઉપયુકેત દોષોની સંભાવના ન હોય તો સાથેના સાધુઓને સૂચિત કરીને સાવધાની રાખતો એકલા પણ જઈ શકે છે. બે સાધુ છે, એક બીમાર છે અથવા ત્રણ સાધુ છે, એક બીમાર છે, એકને તેની સેવામાં બેસવું જરૂરી છે તો તેને સૂચિત કરીને સાવધાની રાખીને એકલા પણ જઈ શકાય છે. અનેક કારણોથી અથવા અભિગ્રહ, પડિમા આદિ ધારણ કરવાથી એકલા વિચરવાવાળા સાધુ પણ કયારેક રાત્રિમાં બહાર જવું પડે તો સાવધાની રાખીને જઈ શકે છે. ઉત્સર્ગવિધિથી સૂત્રમાં કહ્યા અનુસાર એક કે બે સાધુઓને સાથે લઈને જ જવું જોઈએ. એકથી પણ અધિક સાધુઓને સાથે લઈ જવાનું કારણ એ છે કે કયાંક-કયાંક અત્યધિક ભયજનક સ્થાન હોય છે.
સાધ્વીને તો દિવસે પણ ગોચરી આદિ કયાંય પણ એકલા જવાનો નિષેધ જ છે. અતઃરાત્રિમાં તો તેનું ધ્યાન રાખવું વધુ આવશ્યક છે. બે થી અધિક સાધ્વીજીઓને જવાનું અર્થાત્ ત્રણ કે ચારને જવાનું કારણ માત્ર ભયજનક સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org