________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અને વિકથાઓના નિમિત્તથી (૬) શ્રદ્ધા સમ્પન્ન વિશિષ્ટ સ્થાપના ફુલોમાં ગોચરી કરવા કે નહિ કરવાના નિમિત્તથી.
૧૦૩
ક્લેશ ઉત્પન્ન થયા પછી પણ સંયમશીલ મુનિના સંજવલન કષાયને કારણે અશાંત અવસ્થા અધિક સમય રહેતી નથી. તે સાવધાન થઈને આલોચના પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય છે.
પરંતુ પ્રસ્તુત સૂત્રમાં એક વિશિષ્ટ સંભાવના બતાવીને, તેનું સમાધાન કર્યું છે કે ક્યારેક કોઈ સાધુ તીવ્ર કષાયોદયમાં આવીને સ્વેચ્છાવશ ઉપશાંત થવા ન ઇચ્છે ત્યારે બીજા ઉપશાંત થનારા સાધુએ તે વિચારવું જોઈએ કે ક્ષમાપના, શાંતિ, ઉપશાંતિ આદિ આત્મનિર્ભર છે, પરવશ નથી. જો યોગ્ય ઉપાય કરવા છતાં પણ બીજો શાંત ન થાય અને વ્યવહારમાં શાંતિ પણ ન લાવે તો તેના કોઈપણ પ્રકારના વ્યવહારથી ફરીથી અશાંતિ ન થવી જોઈએ. સ્વયં પૂર્ણ ઉપશાંત અને કષાય રહિત થઈ જવાથી સ્વયંની આરાધના થઈ શકે છે અને બીજા અનુપશાન્ત રહેવાથી તેની જ વિરાધના થાય છે, બંનેની નહિ, તેથી સાધુને માટે એ જિનાજ્ઞા છે કે સાધક સ્વયં પૂર્ણ ઉપશાંત થઈ જાય.
આ વિષયમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે જો અન્ય સાધુ ઉપશાંત ન થાય અને ઉક્ત વ્યવહાર પણ શુદ્ધ ન કરે તો એકલાને ઉપશાંત થવું શું જરૂરી છે ? તેના ઉત્તરમાં સમજાવ્યું છે કે ‘કષાયોની ઉપશાંતિ કરવી’ એ સંયમનું મુખ્ય લક્ષણ છે. તેનાથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક સ્થિતિમાં શાંત રહેવું એ જ સંયમ ધારણ કરવાનો અને પાલન કરવાનો સાર છે. તેથી પોતાના સંયમની આરાધના માટે, સ્વયં સર્વથા ઉપશાંત થઈ જવું અત્યંત આવશ્યક સમજવું.
પરિશિષ્ટ-૩ : શૌચ અને સ્વાધ્યાયાર્થે રાત્રિમાં ગમનાગમન વિધિ
:
[ઉદ્દેશક-૧ સૂત્ર–૪૬-૪૭] : મલમૂત્ર ત્યાગવાના સ્થાનને ‘વિચાર-ભૂમિ' કહેવાય છે અને સ્વાધ્યાયના સ્થાનને ‘વિહાર-ભૂમિ’ કહેવાય છે.
રાત્રિના સમયમાં કે સંધ્યાકાળમાં જો કોઈ સાધુને મલમૂત્ર વિસર્જન માટે જવાનું જરૂરી હોય તો તેને પોતાના સ્થાનથી બહાર(વિચાર-ભૂમિમાં) એકલા જવું ન જોઈએ.
એવી રીતે ઉક્તકાલમાં જો સ્વાધ્યાયાર્થે વિહારભૂમિમાં જવું હોય તો ઉપાશ્રયની બહાર એકલા ન જવું જોઈએ. એક કે બે સાધુને સાથે લઈને જઈ શકાય છે.
ઉપાશ્રયનો અંદરનો ભાગ તથા ઉપાશ્રયની બહાર સો હાથનું ક્ષેત્ર ઉપાશ્રયની સીમામાં ગણ્યું છે, તેનાથી દૂર જવાની અપેક્ષાથી સૂત્રમાં ‘બહિયા’ શબ્દનો પ્રયોગ કર્યો છે અથવા ગામની બહાર એવો અર્થ પણ ‘બહિયા’ શબ્દનો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org