________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સૂત્ર-૧-૯ : જે મુનિ ધર્મશાળા આદિ ૪માં, ઉદ્યાનાદિ ૪માં, અટ્ટાલિકા આદિ માં, ઉદક માર્ગ આદિ ૪માં, શૂન્યગૃહ આદિ માં, તૃણઘરાદિ માં, યાનશાલા આદિ ૪માં, દુકાનાદિ ૪માં, ગોશાલાદિ ૪માં, એકલા સાધુ એકલી સાધ્વીની સાથે રહે, આહારાદિ કરે, સ્વાધ્યાય કરે, સ્થંડિલભૂમિ જાય અથવા વિકારોત્પાદક વાર્તાલાપ આદિ કરે.
33
સૂત્ર-૧૦ : રાત્રિના સમયમાં સ્ત્રી પરિષદમાં યા સ્ત્રી યુક્ત પુરુષ પરિષદમાં અપરિમિત ધર્મ કથા કરે.
સૂત્ર-૧૧ : સાધ્વીની સાથે વિહાર આદિ કરે અથવા અતિ સંપર્ક રાખે. સૂત્ર-૧૨-૧૩ : ઉપાશ્રયમાં સ્ત્રીને રાત્રિમાં રહેવા દે, ના કહે નહીં, મનાઈ ન કરે તથા એની સાથે બહાર આવવા જવાનું રાખે.
સૂત્ર-૧૪ : મુર્ધાભિષિક્ત રાજાના અનેક પ્રકારના મહોત્સવમાં આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૫-૧૬ ઃ તે રાજાઓની ઉત્તરશાળા અથવા ઉત્તરગૃહમાં તથા અશ્વશાળા આદિમાં આહાર ગ્રહણ કરે.
સૂત્ર-૧૭ : રાજાના દૂધ-દહીં આદિના સંગ્રહસ્થાનોમાંથી આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૮ : રાજાના ઉત્કૃષ્ટ પિંડ આદિ દાન નિમિત્તે રાખેલ આહાર ગ્રહણ કરે. ઇત્યાદિ સ્થાનોનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે.
નવમા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૫ : જો ભિક્ષુ રાજપિંડ ગ્રહણ કરે, વાપરે, અંતઃપુરમાં પ્રવેશ કરે, અંતઃપુરમાંથી આહાર મંગાવે તેમજ લાવે તેનો સ્વીકાર કરે.
:
સૂત્ર-૬ ઃ દ્વારપાલ, પશુ આદિના નિમિત્તે બનાવેલ રાજપિંડ ગ્રહણ કરે. સૂત્ર-૭ : ભિક્ષા માટે જતા ચાર પાંચ દિવસ થઈ જાય તો પણ રાજાના છ સ્થાનોની જાણકારી ન કરે. જેમ કે દુગ્ધશાળા, કોઠારશાળા, મંત્રણાસ્થાન, દાનશાળા આદિ. સૂત્ર-૮-૯ : રાજા અને રાણીને જોવાના સંકલ્પથી એક ડગલું પણ ચાલે. સૂત્ર-૧૦ : શિકાર આદિ માટે ગયેલા રાજાનો આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૧ : રાજા કોઈના ઘરે ભોજન કરવા માટે ગયા હોય તે સ્થાનમાં તે સમયે ભિક્ષા માટે જાય.
સૂત્ર-૧૨ ઃ રાજા
જ્યાં રોકાયા હોય તે સ્થાનની નજીક રહે.
સૂત્ર-૧૩-૧૮ : યુદ્ધ યાત્રા યા પર્વત, નદીની યાત્રા માટે જતા આવતા રાજાનો આહાર ગ્રહણ કરે.
સૂત્ર-૧૯ : રાજ્યાભિષેકની વાટાઘાટના સમયે ત્યાં આવજા કરે. સૂત્ર-૨૦ : દસ મોટી રાજધાનીઓમાં એક મહિનામાં એક વારથી વધુ વખત જાય. સૂત્ર-૨૧-૨૫ ઃ રાજાના અધિકારી યા કર્મચારી આદિના નિમિત્તે કાઢેલા આહારને ગ્રહણ કરે.આ સ્થાનોનું સેવન કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org