________________
રર૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજૈનાગમ નવનીત
અનુકપા પવિત્ર આત્મ પરિણામ છે -
અનુકંપાનો અર્થ છે– કોઈ પ્રાણીને દુઃખી જોઈને જોનારાનું હૃદય કરુણાથી ભરાય જાય અને ભાવના જાગૃત થાય કે એનું આ દુઃખ દૂર થઈ જાય એને જ અનુકંપા કહે છે. આ અનુકંપા આત્માનું પરિણામ છે, આત્માનો ગુણ છે અને એકાંત નિર્વદ્ય છે. માટે અનુકંપાનો સાવધે કે નિર્વદ્ય આવો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી.
અનુકંપાના પરિણામોના કારણે કોઈનું દુઃખ દૂર કરવા માટે જે સાધનરૂપ પ્રવૃત્તિ કરાય છે તે પ્રવૃત્તિ સાવધ અને નિર્વધ બન્ને પ્રકારની થઈ શકે છે. જેમ કેભૂખ તરસથી વ્યાકુલ પુરુષને શ્રાવક દ્વારા અચિત્ત ભોજન અથવા અચિત્ત પાણી દેવામાં આવી શકે છે. અથવા સચિત્ત ભોજન અને સચિત્ત પાણી દેવામાં આવી શકે છે. પરંતુ એનાથી આત્મ પરિણામ રૂપ જે અનુકંપા ભાવ છે, એ ભાવોને અથવા આત્મગુણોને સાવધ નિર્વધના વિકલ્પથી કહી શકાતું નથી. કારણ કે તે તો શુભ તેમજ પવિત્ર આત્મ પરિણામ જ છે.
આત્માના આ પવિત્ર પરિણામોના કારણે ગૃહસ્થ પ્રવૃત્તિનું પણ પ્રસ્તુત સૂત્રમાં લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે.
અનુકંપાના ભાવોના નિમિત્તથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ માટે યથાયોગ્ય સાવદ્ય અથવા નિર્વધનો ભેદ સમજી લેવો જોઈએ. સારઃ- (૧) અનુકંપાના આત્મ પરિણામ તો સદા સર્વદા શ્રેષ્ઠ તેમજ પવિત્ર જ હોય છે. (૨) અનુકંપાથી કોઈના દુઃખને દૂર કરવાની જે પ્રવૃત્તિ કરાય છે તે નિર્વધ પણ હોય છે અથવા સાવદ્ય પણ હોય છે. પ્રવૃત્તિ કરવામાં સાધુ તેમજ શ્રાવકને પોત-પોતાની અલગ-અલગ મર્યાદા હોય છે, તદનુસાર વિવેક રાખવો જોઈએ.
I પ્રકરણ-૧૫ઃ સંભોગ-પ્રત્યયિક ક્રિયાનું અસ્તિત્વI [ઉદ્દેશક–૫: સૂત્ર-૩૬]
एकत्र भोजनं संभोग :, ततप्रत्यया क्रिया-कर्मबन्ध, 'नास्तीति' जो एव भाषते, तस्स मास लहुँ । एस सुत्तत्थो।।
संभोइओ-संभोइएण समं उवहिं सोलसहिं आहाकम्मिएहिं उग्गमदोसेहिं सुद्ध उप्पाएति तो सुद्धो, अह असुद्धं उप्पाएइ, जेण उग्गमदोसेणं असुद्धं गेण्हति, तत्थ નાવતિનો ખૂબંધો ને ૨ પાયછિd 7 માવતિ -નિશીથ ચૂર્ણ
જેની સાથે આહારનો સંભોગ હોય છે, એવા કોઈ પણ સાંભોગિક સાધુને આહારાદિની ગવેષણામાં કોઈ દોષ લાગે છે, તો તે વસ્તુનો ઉપયોગ કરનારાને પણ ગવેષણા દોષ સંબંધી ક્રિયા અર્થાત્ કર્મબંધ તેમજ પ્રાયશ્ચિત્ત આવે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org