________________
છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-૧
(૩) દ્વિભાગ પ્રાપ્ત ઊણોદરી :- (અર્ધ ઊણોદરી) ૧૬ કવળ પ્રમાણ આહાર કરવા પર અર્ધ ખોરાકનો આહાર કરવામાં આવે છે. પૂર્ણ ખોરાકના ચાર ભાગ પાડવાથી તે બે ભાગ રૂપ આહાર હોય છે; માટે આને સૂત્રમા દ્વિભાગ પ્રાપ્ત ‘ઊણોદરી’ કહેલ છે અને બે ભાગરૂપ અદ્ભુ આહારની ઊણોદરી થવાથી તેને ‘અર્ધ ઊણોદરી’ પણ કહી શકાય છે.
૧૮૮
૪. ત્રિભાગ પ્રાપ્ત—અંશિકા ઊણોદરી :- ૨૪ કવળ(૨૭ થી ૩૦ કવળ) પ્રમાણ આહાર કરવાથી ત્રિભાગ આહાર થાય છે. તેમાં એક ભાગ આહારની ઊણોદરી થાય છે. એના માટે સૂત્રમાં ‘આંશિક ઊણોદરી’ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં આહારના ચાર ભાગમાંથી ત્રણ ભાગનો આહાર કરવામાં આવે છે. માટે
આ ત્રણ ભાગ પ્રાપ્ત આહાર રૂપ ઊણોદરી છે અથવા તેને પા (ot) ઊણોદરી પણ કહી શકાય છે. આ સ્થળ પર લિપિ દોષથી પ્રતિઓમાં પાઠ ભેદ થઈ ગયો છે. માટે અહીંયા અન્ય આગમોથી પાઠ સુધારીને વાંચવુ. પ્રતિઓમાં ઓમોરિણ કે પત્તોમોરિÇ એવા પાઠ ઉપલબ્ધ છે.
૫. કિંચિત ઊણોદરી :- ૩૧ કવળ પ્રમાણ આહાર કરવા પર એક કવળની જ ઊણોદરી થાય છે. જે ૩ર કવળ આહારની અપેક્ષાએ અલ્પ હોવાથી તેને ‘કિંચિત ઊણોદરી' કહેલ છે.
સૂત્રના અંતિમ અંશથી આ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ પાંચમાંથી કોઈપણ પ્રકારની ઊણોદરી કરનારા સાધુ પ્રકામભોજી’(ભરપેટ ખાવાવાળા) હોતા નથી. ૩ર કવળ રૂપ પૂર્ણ આહાર કરવાવાળા ‘પ્રમાણ પ્રાપ્ત ભોજી’ કહેલ છે. તેને થોડી પણ ઊણોદરી થતી નથી.
ભિક્ષુને ઇન્દ્રિય સંયમ તેમજ બ્રહ્મચર્ય સમાધિને માટે હંમેશાં ઊણોદરી તપ કરવું જરૂરી છે— અર્થાત્ તેણે ક્યારે ય પેટ ભરીને આહાર કરવો ન જોઈએ.
આચારાંગ સૂત્ર શ્રુત.-૧, અધ્ય.-૯, ઉર્દૂ.-૪માં ભગવાન મહાવીર સ્વામીના આહાર-વિહારનું વર્ણન કરતાં થકા કહેવામાં આવેલ છે કે ભગવાન સ્વસ્થ અવસ્થામાં પણ સદા ઊણોદરી તપયુક્ત આહાર કરતા હતા. યથા— મોનોરિય પારૂ, અપુકે વિ માન રોહિઁ । નીતિમાં પણ કહેવામાં આવેલ છે કે– સંત-સતી અને સૂરમા, ચોથી વિધવા નાર । એટલા તો ભૂખા ભલા, નહીંતર કરે બિગાડ II [સૂરમા = યોદ્ધા]
પ્રસ્તુત સૂત્રમાં કેવળ પ્રમાણને સ્પષ્ટ કરવા માટે ‘કુકુટિ-અંડક પ્રમાણ’ એવું વિશેષણ આપેલ છે. આ વિષયમાં વ્યાખ્યામાં આ રીતે સ્પષ્ટીકરણ કરેલ છે. (१) निजकस्याहारस्य सदा यो द्वात्रिंशत्तमो भागो तत् कुकुटी अंडक् प्रमाणं । પોતાના આહારની માત્રાનો જે સદા બત્રીસમો ભાગ હોય તે કુકુટિ અંડગ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org