________________
૧૮૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત|
અર્થાત્ તેને કવળ કહેવામાં આવે છે. (२) कुत्सिता कुटी-कुक्कुटी शरीरमित्यर्थ । तस्याः शरीर रूपायाः कुक्कुट्या મંડofમવ મંડળ મુd I અશુચિમય આ શરીર જ કુકુટી છે, તેનું જે મુખ છે તે કુકુટીનું અંડક કહેલ છે. (3) यावत्प्रमाणमात्रैण आहारं मुखे प्रक्षिप्यमाणेन मुखं न विकृतं भवति તસ્થd સુર અંડ-પ્રમાણમ્ I જેટલો મોટો કવળ મુખમાં રાખવા પર મુખ વિકૃત ન દેખાય તેટલા પ્રમાણ આહારનો એક કવળ સમજવો જોઈએ. તે કવળ ના સમાવેશને માટે જે મુખનો અંદરનો આકાર બને છે, તેને કુકુટી અંડક પ્રમાણ સમજવું જોઈએ. (૪) મયમ : વિ : સુક્ષેત્ર મંડલોને વેદ / અથવા કુકડીના ઈંડા પ્રમાણ જેટલો કવળ તે કુફટી અંડકપ્રમાણ, આ પણ અર્થનો એક વિકલ્પ છે. – અભિ. રા. કોષ. ભા. ૨, પૃષ્ટ ૧૧૩ર. ગોરિયા શબ્દ.
ઉપરોક્ત ત્રણ વ્યાખ્યા સ્થળોનો વિચાર કરવાથી એ જ્ઞાત થાય છે કે લુફ્ફટિ મંડા' આટલો શબ્દ ન હોવા પર પણ સૂત્રાશય સ્પષ્ટ થઈ જાય છે. તેથી આ શબ્દ ભ્રમોત્પાદક પણ છે.
માટે આ શબ્દ ક્યારેક કોઈના દ્વારા પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય. વ્યાખ્યાકારોએ તેને મૌલિક પાઠ સમજીને જેમ-તેમ કરીને સંગતિ કરવાની વિવિધ પ્રકારે કોશીશ કરી છે.
વ્યાખ્યામાં એ પણ કહેવામાં આવે છે કે એક દિવસ પૂર્ણ આહાર કરવાવાળા પ્રકામ ભોજી છે, અનેક દિવસ પૂર્ણ આહાર કરનારા નિકામભોજી' છે અને ૩ર કવળથી પણ અધિક કવળ ખાનારા “અતિભોજી છે. શંકા – અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સર કવળના આહારથી જે આ સંપૂર્ણ માપ કહેલ છે તે પ્રત્યેક વારના ભોજનની અપેક્ષાથી છે કે અનેક વારના ભોજનની અપેક્ષાએ? તથા દૂધ-છાશ વગેરે પેય પદાર્થોનો સમાવેશ આ ૩ર કવળમાં કેવી રીતે થાય છે? સમાધાન :- આચારશાસ્ત્રોના અવલોકનથી એ સ્પષ્ટ થાય છે કે દિવસમાં એકવાર ભોજન કરવું એ જ સાધુનો શુદ્ધ ઉત્સર્ગ આચાર છે. આગમોમાં અનેક જગ્યાએ અન્ય સમયમાં આહાર કરવાનું જે વિધાન છે, તેને અપવાદિક વિધાન સમજવું જોઈએ. અપવાદિક આચરણને સદાને માટે પ્રવૃત્તિ રૂપમાં સ્વીકાર કરી લેવો તે શિથિલાચાર છે. માટે કારણવશ અનેક વાર કે સવાર-સાંજ આહાર કરવો તે અપવાદમાર્ગ છે. ઉત્સર્ગ માર્ગ તો એકવાર જ ખાવાનો છે. માટે આગમોક્ત એકવારના ઔત્સર્ગિક આહાર કરવાની અપેક્ષાએ આ વિધાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org