________________
છેદશાસ્ત્ર નિશીથ સૂત્ર પરિશિષ્ટ
પ૦
સ્થવિર કલ્પીને અતિક્રમાદિત્રણથી વ્યુત્સર્ગ સુધીના પાંચ પ્રાયશ્ચિત્ત આવે છે અને અનાચાર સેવન કરવાથી તેઓને આગળના પાંચ પ્રાયશ્ચિત્તોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે છે.
પરિહાર તપ અને શુદ્ધ તપ કોને-કોને અપાય છે તેનું વર્ણન ભાષ્ય ગાથા ૫૮૬થી ૯૧ સુધીમાં છે, ત્યાં એ પણ કહ્યું છે કે સાધ્વીને અને અગીતાર્થ, દુર્બલ અને અંતિમ ત્રણ સંઘયણવાળા સાધુને શુદ્ધ તપ પ્રાયશ્ચિત્ત જ અપાય છે.
૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળાને, ર૯ વર્ષની ઉંમરથી અધિક ઉંમરવાળાને ઉત્કૃષ્ટ ગીતાર્થ ૯ પૂર્વના જ્ઞાનીને, પ્રથમ સંહનનવાળાને તથા અનેક અભિગ્રહ તપ સાધનાના અભ્યાસીને પરિહારતપદેવાય છે. ભાષ્ય ગાથા ૫૯રમાં પરિહાર તપ દેવાની પૂર્ણ વિધિનું વર્ણન કર્યું છે.
વ્યવ. પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧ થી પ સુધી એક માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર સેવનનું તથા સૂત્ર ૬થી ૧૦ સુધી અનેક વાર સેવનનું સામાન્ય પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાથે કપટ યુક્ત આલોચનાનું એક ગુમાસ પ્રાયશ્ચિત્ત વધારે દેવાનું કહ્યું છે.
સૂત્ર ૧૧ થી ૧૪માં આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી અનેક સ્થાનોના સેવનથી દ્વિસંયોગી આદિ ભંગ યુક્ત અનેક સૂત્રોની સૂચના આપી છે. ભાષ્ય ચૂર્ણિમાં ભંગ વિસ્તારથી કરોડો સૂત્રોની ગણના બતાવાઈ છે.
સૂત્ર ૫ અને ૧૦ તથા ૧૧ થી ૧૪ સુધીના સૂત્રોમાં તેજી પર સવિય માનિવિય તે વેવ છમ્માની આ વાકય છે, તેનો આશય એ સમજવો જોઈએ કે આનાથી આગળ કોઈ માસ કે ૭ મહિના યોગ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર હોય અથવા કપટ સહિત યા કપટ રહિત આલોચના કરનારા હોય તો પણ આ જ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક નથી આવતું.
–સુવહુ વિ માહિં, મારા પર જ વાયબ્સ દ્વારા ચૂર્ણિ:- તવારિહિં વહિં માર્તહિં ઈમ્મા પર વિજ્ઞ, સબક્લેવ ાથિયો, एत्थ कारणं जम्हा अम्हं वद्धमाण सामिणो एवं चेव परं पमाणं ठवितं । ભાવાર્થ – વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં આટલા જ પ્રાયશ્ચિત્તની ઉત્કૃષ્ટ મર્યાદા છે અને બધા સાધુ સાધ્વી માટે આ નિયમ છે.
અગીતાર્થ, અતિપરિણામી, અપરિણામી સાધુ સાધ્વીજીને છ માસનું તપ જ આપવામાં આવે છે, છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ દોષનું વારંવાર સેવન કરવાથી કે આકુટ્ટી બુદ્ધિ અર્થાત્ મારવાના સંકલ્પથી પંચેન્દ્રિયની હિંસા કરવાથી કે દર્પથી કુશીલનું સેવન કરવાથી, તેઓને છેદ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે તથા છેદના પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખનારાને “મૂલ પ્રાયશ્ચિત્ત” અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org