________________
છંદશાસ્ત્ર ઃ પ્રકાશકના ભાવો
જ્યોતિબાઈ મ.સ.ને કોટીશઃ વંદન પૂર્વક હાર્દિક અભિનંદન સાથે આભાર પાઠવીએ છીએ તેમજ તેમના આગમ ઉપકારથી કિંચિત્ ઉૠણ થવા તેમનું નામ ગુજરાતી અનુવાદિકા તરીકે પ્રથમ પૃષ્ટમાં આપી અમો પોતાની જાતને ધન્ય માનીએ છીએ.
અર્થ સહયોગ વિના કોઈપણ કાર્ય સફળતા પૂર્વક પાર પડે નહીં, એવા અમૂલ્ય અર્થ સૌજન્ય દાતાઓનું પણ આ કાર્યની સફળતામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. તે સર્વ સજ્જનોનો પણ આભાર માનીએ છીએ. તેમજ તેઓનું વિશેષ સન્માન પુસ્તકમાં યથાસ્થાને ફોટો, પરિચય કે નામ નિર્દેશ સાથે સધન્યવાદ કરવામાં આવ્યું છે, આ પ્રકાશન કાર્યમાં બીજા પણ વ્યક્તિ જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ, અનંતર કે પરંપર સહયોગ, સહકાર આપેલ છે, તેઓ સર્વ સહયોગી સંપાદકો, સંશોધકો તથા અનુવાદકોને પણ આ તકે યાદ કરી આભાર પ્રદર્શિત કરીએ છીએ.
અંતમાં એટલું જ કહેવાનું છે કે, અમો આ ગુજરાતી આગમ સારાંશ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના નામે પ્રકાશિત કરીએ છીએ તેનો જિજ્ઞાસુ, ધર્મનિષ્ઠ, ધર્મપ્રેમી સજ્જન આત્માઓ સ્વાધ્યાય અર્થે અધિકતમ લાભ લઈ જ્ઞાન પ્રાપ્ત કરે, તે જ મંગલ ભાવના.
S
આગમ મનીષી પૂજ્ય શ્રી ત્રિલોક મુનિજી મહારાજ સાહેબે આગમોના ગહન અધ્યયન સાથે છેદ સૂત્રોને ભાષ્ય નિર્યુક્તિ આદિ વ્યાખ્યાઓના આલંબને વિવેચન સહિત સંપાદિત કર્યા છે, તે બ્યાવર(રાજસ્થાન)થી પ્રકાશિત થયા છે. તેનો ગુજરાતી અનુવાદ શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થવાનો છે. વિસ્તારથી વાંચવાની રુચિવાળા સ્વાધ્યાયી તે આગમ પુસ્તકોનો સ્વાધ્યાય કરે તેવી પ્રેરણા. સમાજમાં કિંચિત્ પરંપરાગત સંકીર્ણ માનસથી એવી ઘૂસપૂસ થતી રહે છે કે છેદ સૂત્રોનો અર્થ પરમાર્થ પ્રકાશિત ન કરવો. પરંતુ એ એક સમગ્રતયા ચિંતન કર્યા વિનાનો ખ્યાલ માત્ર છે. તેના સમાધાન માટે અહીં જ આગળ એક પૃષ્ટ સંપાદિત કરેલ છે તે વાંચવા વિનંતિ.
છેદસૂત્રોના પરિશિષ્ટમાં મુનિરાજશ્રીએ આગમ નિષ્ઠાનો પૂર્ણ નિર્વાહ કરતાં આગમ સાપેક્ષ અને તર્કસંગત પ્રમાણોની સાથે જ નૂતન ચિંતન પ્રસ્તુત કરવાનું ધ્યાન રાખ્યું છે.
આ રીતે આગમ અનુપ્રેક્ષણ યુક્ત આ આગમ સારાંશ સ્વાધ્યાય પ્રેમી સજ્જનો સમક્ષ પ્રસ્તુત કરતા મારી જાતને હું ખૂબ ધન્ય માનું છું, જય જિનેન્દ્ર !
પ્રકાશક
જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ વતી
Jain Education International
લલિતચન્દ્ર શેઠ.
For Private & Personal Use Only
www.jainelibrary.org