________________
0 |
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
છેદ સૂત્રનું વાંચનાઃ શ્રાવક કરી શકે છે ૧. ચારતીર્થમાં શ્રાવક એક તીર્થ છે – ઠાણાંગસૂત્ર. ૨. ચતુર્વિધ શ્રમણ સંઘમાં શ્રાવક પણ એક અંગ છે– ઠાણાંગસૂત્ર. ૩. શ્રાવક વ્યાખ્યાન આપી શકે છે– વર્તમાન વ્યવહાર. ૪. શ્રાવક આલોચના સાંભળી શકે છે– વ્યવહાર સૂત્ર. ૫. શ્રાવક પ્રાયશ્ચિત્ત આપી શકે છે– વ્યવહાર સૂત્ર. ૬. શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં કોવિદ(નિપુણ) થઈ શકે છે– ઉત્તરાધ્યયનસૂત્ર. ૭. શ્રાવક બહુશ્રુત થઈ શકે છે– વ્યવહાર સૂત્ર. ૮. શ્રાવક અગિયાર અંગોનું અધ્યયન કરી શકે છે નંદી સૂત્ર. ૯. આચારાંગ સૂત્રનું જ એક અધ્યયન નિશીથસૂત્ર(છેદસૂત્ર) છે. ૧૦.શ્રાવક અવધિજ્ઞાની થઈ શકે છે– ઉપાસકદશાંગ સૂત્ર. ૧૧. માટે “શ્રાવકને સૂત્ર વાંચન કે શીખવાનો અધિકાર નથી” એમ કહેવું તે અનુચિત છે, તેમજ “શ્રાવક છેદ સૂત્ર ન વાંચે” એ કહેવાનું પણ અનુચિત છે. કારણ કે શ્રાવક અગિયાર અંગના પાઠક બની શકતા હોય તો છેદ' સૂત્ર કેમ વાંચી ન શકે? વર્તમાને નિશીથ સૂત્ર છેદ સૂત્રોમાં હોવા છતાં તે આચારાંગસૂત્રનું અધ્યયન જ છે. તેથી શાસ્ત્ર અધ્યયન નિષેધના શબ્દો બોલવા તે વ્યર્થ છે. ૧૨. શ્રાવક બહુશ્રુત હોય શકે છે અને આલોચના સાંભળીને પ્રાયશ્ચિત્ત પણ આપી શકે છે. આ યોગ્યતા છેદ સૂત્રના જાણકારને જ હોય છે, તો જ તે પ્રાયશ્ચિત્ત આપી શકે છે. ૧૩. જેથી છેદ સૂત્રોનો હિન્દી કે ગુજરાતી અનુવાદ, વિવેચન કે સારાંશ શ્રાવક વાંચી ન શકે તેવો અનુચિત શબ્દ પ્રયોગ કરવો ન જોઈએ. ૧૪. શ્રાવક, સંઘ વ્યવસ્થાનું સંચાલન પણ કરી શકે છે અને તે માટે વ્યવહારસૂત્ર નામના છેદ સૂત્રનું જ્ઞાન અત્યંત આવશ્યક થઈ પડે છે. ૧૫. આ રીતે શ્રાવક-શ્રાવિકા પણ છેદ સૂત્રોની સ્વાધ્યાયના અધિકારી છે.
ખાસ તો શ્રમણ-શ્રમણીઓએ છેદસૂત્રો કંઠસ્થ કરવા જોઈએ અને હરપળે તેનું અધ્યયન સંયમજીવનમાં પરમોપયોગી બનાવવું જોઈએ.
આ રીતે છેદ સૂત્રોનો અભ્યાસ કરવો પરમ આવશ્યક છે તે આ છેદસૂત્રોનો સારાંશ પુસ્તક વાંચવાથી સહજ રીતે સમજમાં આવી શકે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org