________________
૩૦
વેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર સારાંશ
| ૩૦ | સૂત્ર-૧૧-૧૫ રાજા આદિ તે પાંચેયને પોતાના તરફ આકર્ષિત કરવા. સૂત્ર-૧૬: ગ્રામરક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૭: દેશરક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૮: સીમારક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૯: રાજ્યરક્ષકને વશમાં કરે. સૂત્ર-૨૦: આ સર્વારક્ષકને વશમાં કરે. સૂત્ર-૨૧-૨૫ ગ્રામરક્ષક આદિ આ પાંચેયના ગુણગાન કરે. સૂત્ર-૨-૩૦ ગ્રામ રક્ષક આદિ પાંચેયને પોતાની તરફ આકર્ષિત કરવા. સૂત્ર-૩૧ : સચેત અનાજ ખાય યા સચેત બીજ ખાય. સૂત્ર-૩રઃ આચાર્ય આદિની આજ્ઞા વિના દૂધ, ઘી આદિ વિગયોનું સેવન કરવું. સૂત્ર-૩૭: આવશ્યકતા માટે છોડેલા ઘરોને પૂછયા જાણ્યા વગર ગોચરી જાય. સૂત્ર-૩૪ : સાધ્વીજીઓના ઉપાશ્રયમાં અવિધિથી પ્રવેશ કરે. સૂત્ર-૩૫: સાધ્વીજીઓના આવવાના માર્ગ પર દંડાદિ રાખે. સૂત્ર-૩ : નવો ક્લેશ ઉત્પન્ન કરે. સૂત્ર-૩૭ઃ શાંત પડી ગયેલા ક્લેશને ફરીથી ઉત્પન્ન કરે. સૂત્ર-૩૮: મુખ ખોલીને ખડખડાટ હસે. સૂત્ર-૩૯-૪૮: પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને નિત્યક આ પાંચને પોતાના સાધુ આપે અથવા તેના સાધુ લે. સૂત્ર-૪૯-૬૩ઃ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આદિ સચિત્ત પદાર્થોથી લિપ્ત હાથ દ્વારા આહારાદિ લે. સૂત્ર-૬૪-૧૧૭ઃ સાધુ-સાધુ પરસ્પર ત્રીજા ઉદ્દેશકમાં કહેલા શરીર પરિકર્મના ૫૪ કાર્યો કરે. સૂત્ર-૧૧૮-૧૯ઃ સંધ્યા સમયે ભૂમિનું પ્રતિલેખનન કરે અથવા મળમૂત્ર પરઠવાની ત્રણ ભૂમિકાનું પ્રતિલેખન ન કરે. સૂત્ર-૧૨૦ઃ એક હાથથી અલ્પ લાંબી-પહોળી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ કરે. સૂત્ર-૧૨૧: અવિધિથી મળમૂત્રનો ત્યાગ કરે. સૂત્ર-૧રરઃ મળમૂત્રનો ત્યાગ કરીને મળદ્વાર ન લૂછે.(પોછે) સૂત્ર-૧૨૩: મળદ્વારને કાષ્ટાદિથી લૂછે. સૂત્ર-૧૨૪ મળદ્વારની શુદ્ધિ-શુચિ ન કરે. સૂત્ર-૧રપ મળની ઉપર જ શુદ્ધિ કરે. સૂત્ર-૧૨૬: ઘણો દૂર જઈને શુદ્ધિ કરે. સૂત્ર-૧૨૭: ત્રણ પસલી(ચાપવા)થી વધુ પાણીથી શુદ્ધિ કરે. સૂત્ર-૧૨૮: પ્રાયશ્ચિત્ત વહન કરનારાની સાથે ભિક્ષાચર્યા જાય. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org