________________
| વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર
ર૧૦
શકે છે, એવું સૂત્રમાં વિધાન છે. પરંતુ આહારને માટે આ પ્રકારે વિધાન સૂત્રમાં નથી તેમજ આહાર સ્વયં લેવાની પરંપરા પણ નથી. અચિત્ત રહેવાનો કાળ – એકવાર અચિત્ત બનેલું પાણી ફરીથી કાલાંતરે સચિત્ત પણ થઈ શકે છે. કારણ કે એકેન્દ્રિયથી લઈને અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો ફરીથી તે કાયના તે શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે.– સૂયગડાંગસૂત્ર શ્રત. ૨ અ.૩.
દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની ચૂર્ણિમાં કહેલ છે કે ગરમીમાં એક અહોરાત્ર અને ઠંડીમાં તથા વર્ષાઋતુમાં(પૂર્વાન્ડ) સવારે ગરમ કરેલ પાણી (અપરાન્ડ) સાંજના સમયમાં સચિત્ત થવાની સંભાવના રહે છે. જેમ કે
गिम्हे अहोरत्तेण सच्चित्ती भवति, हेमंते वासासु पुवण्हे कतं अवरण्हे सचित्ती મવતિ ! –દશવૈ. ચૂર્ણિ પાના-૧, ૧૧૪. ભ્રાંત ધારણા તેમજ સમાધાન :– ધોવણ પાણીના વિષયમાં થોડા સમયથી એવી ભ્રાંત ધારણા પ્રચલિત થઈ છે કે તેના અચિત્ત રહેવાનો કાળ નથી બતાવેલ અથવા તેમાં જલદી જીવોત્પત્તિ થઈ જાય છે માટે તે સાધુને અકલ્પનીય છે. ફક્ત ગરમ પાણી જ લેવું જોઈએ.
- આ રીતે કથન કરવું ઉચિત નથી કારણ કે આગમોમાં અનેક પ્રકારના ધોવણ પાણી લેવાનું વિધાન છે; સાથે તરતનું બનેલું પાણી (ધોવણ) લેવાનો નિષેધ છે તથા તેને લેવાનું પ્રાયશ્ચિત્ત પણ કહેલ છે. તે ધોવણ પાણીને થોડા સમય પછી લેવું કલ્પનીય કહ્યું છે. માટે ધોવણ પાણીનું ગ્રાહ્ય હોવું તે સ્પષ્ટ છે.
કલ્પસૂત્રની કલ્પાંતર ટીકામાં અનેક પ્રકારનાં ધોવણ પાણીની ચર્ચા કરીને સાધુને માટે અઠ્ઠમ સુધીની તપસ્યામાં લેવું કહ્યું છે, તેમ કહ્યું છે અને નિષેધ કરનારાને ધર્મ તેમજ આગમ નિરપેક્ષ અને દુર્ગતિથી ન ડરનારા કહ્યા છે.– કલ્પ સમર્થન, પાના પ૦.(આ વ્યાખ્યા કરનારા તપગચ્છના આચાર્ય છે.)
આચારાંગ હૃ. ૧ અ. ૧ ઉ. ૩ની શીલાંકાચાર્યની રચેલ ટીકામાં ધોરણ પાણીના અચેત હોવાનો તેમજ સાધુને માટે કલ્પનીય હોવાનું વર્ણન છે. ત્યાં પાણીને અચિત્ત કરનારા અનેક પ્રકારનાં પદાર્થોનું વર્ણન પણ છે.
પ્રવચન સારોદ્ધાર ૧૩૬ ગાથા ૮૮૧ માં પ્રાસુક અચિત્ત શીતળ પાણીનું ગ્રાહ્ય હોવાનું કથન છે. તથા ગાથા ૮૮રમાં ગરમ પાણી તેમજ પ્રાસુક પાણી બંનેના અચિત્ત રહેવાનો કાળ પણ કહ્યો છે. તેની ટીકામાં સ્પષ્ટ કહેલ છે કે ગરમ પાણી જેટલો જ ભાત વગેરેના ધોવણનો અચિત્ત રહેવાનો કાળ છે.
उसिणोदगं तिदंडुक्कालियं फासुयजलादि जइ कप्पं । नवरि गिलाणाइकए पहरतिगोवरि वि धरियव्वं ॥ અહીંયા ગરમ તેમજ ધોવણ બંનેને કારણથી વધારે સમય સુધી રાખવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org