________________
૧૦૩
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
આજ્ઞાથી કોઈને દીક્ષા કે વડી દીક્ષા આપી શકે છે પરંતુ તેની યોગ્યતાના નિર્ણયની મુખ્ય જવાબદારી આચાર્યઉપાધ્યાયની જ હોય છે. સામાન્ય રીતે તો આગમાનુસાર પ્રત્યેક પ્રવૃત્તિ કરવાની જવાબદારી બધા સાધુ-સાધ્વીની જ હોય છે. તો પણ ગચ્છની વ્યવસ્થા નિર્દેશ આચાર્ય ઉપાધ્યાયના અધિકારમાં હોય છે. માટે તે સંબંધી વિપરીત આચરણ થવાથી પ્રાયશ્ચિત્તને પાત્ર પણ તે આચાર્યાદિ થાય છે.
અહીં આ ત્રણ સૂત્રોમાં વડી દીક્ષાનાં નિમિત્તે ત્રણ વિકલ્પ કહેવામાં આવ્યા છે. (૧) વિસ્મરણથી મર્યાદા ઉલ્લંઘન (ર) સ્મૃતિ હોવા છતાં મર્યાદા ઉલ્લંઘન (૩) વિસ્મરણ કે અવિસ્મરણથી વિશેષ મર્યાદા ઉલ્લંઘન.
કાળથી તેમજ ગુણથી કલ્પાક(વડી દીક્ષાને યોગ્ય) બની ગયા બાદ તે ભિક્ષને ચાર કે પાંચ રાત્રિની અંદર અર્થાત્ ચાર રાત્રિ અને પાંચ દિવસ સુધી વડી દીક્ષા દઈ શકાય છે, તેમ આ સૂત્રમાં આવેલ ર૩રાય પંવરીયાનો શબ્દનો તાત્પર્ય છે. આ ચાર-પાંચ દિવસની છટમાં વિહાર, શમ દિવસ, સ્ત્રીના માસિક ધર્મનો અસ્વાધ્યાય કે બીમારી વગેરે અનેક કારણ સમાવિષ્ટ છે તેમ સમજવું.
માટે દીક્ષાના સાત દિવસ પછી આઠમાં, નવમાં, દસમાં, અગિયારમાં અથવા બારમા દિવસ સુધી ગમે ત્યારે વડી દીક્ષા દઈ શકાય છે અને તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. બારમી રાત્રિનું ઉલ્લંઘન કરવાથી સૂત્ર-૧૫-૧૬ અનુસાર યથાયોગ્ય તપ કેદીક્ષા છેદરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. જેનું ભાષ્યમાં જઘન્ય પ્રાયશ્ચિત્ત પાંચ રાત્રિનું કહેવામાં આવેલ છે. દીક્ષા બાદ સત્તરમી રાત્રિનું ઉલ્લંઘન કરવાથી યથાયોગ્ય તપ કે છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષ સુધી તેને પ્રાયશ્ચિત્ત રૂપમાં આચાર્ય પદથી મુક્ત કરી દેવામાં આવે છે.
અહીં વડી દીક્ષાના વિધાન તેમજ પ્રાયશ્ચિત્તમાં એક વિશેષ છૂટ દેવામાં આવી છે કે તે નવદીક્ષિતના માતા-પિતા વગેરે કોઈપણ માનનીય કે ઉપકારી પુરુષ દીક્ષિત થઈ રહ્યા હોય અને તેઓને કલ્પાક(વડી દીક્ષાને યોગ્ય) થવાની વાર હોય તો આ કારણે કોઈ કલ્પાક નવદીક્ષિતને વડી દીક્ષા દેવામાં છ માસ સુધી તે વડીલની પ્રતીક્ષામાં રોકી શકાય છે. તથા તેનું કોઈ પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી.
ઠાણાંગાદિ આગમોમાં સાત રાત્રિનો જઘન્ય શેક્ષકાળ કહેલ છે. માટે યોગ્ય હોય તો પણ સાત રાત્રિ પૂર્ણ થવા પહેલા વડી દીક્ષા દઈ શકાતી નથી, કારણ કે તેટલા સમય સુધી તે શૈક્ષ તેમજ અકલ્પાક(વડી દીક્ષાને યોગ્ય નહિ) કહેલ છે.
છ માસનો ઉત્કૃષ્ટ શૈક્ષકાળ કહેલ છે. માટે માનનીય પુરુષને માટે વડી દીક્ષા રોકવામાં પણ છ માસનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ.
આ સૂત્રોમાં સ્મૃતિ કે વિસ્મૃતિથી ૪-૫ દિવસની મર્યાદા ઉલ્લંઘનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org