________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
પરિશિષ્ટ-૫ શ્રાવકની અગિયાર પડિમાઓનું વિશ્લેષણ દિશા-જી સામાન્ય રૂપે કોઈપણ સમ્યગ દષ્ટિ આત્મા વ્રત ધારણ કરવાથી વ્રતધારી શ્રાવક કહેવાય છે. તે એક વ્રતધારી પણ થઈ શકે છે કે બારવ્રતધારી પણ થઈ શકે છે. પડિમાઓમાં પણ અનેક પ્રકારના વ્રત પ્રત્યાખ્યાન જ ધારણ કરવાના હોય છે પરંતુ વિશેષતા એ છે કે તેમાં જે પણ પ્રતિજ્ઞા કરાય છે, તેમાં કોઈ આગાર રહેતો નથી અને રખાતો પણ નથી. તેમાં તો નિયત સમયમાં અતિચાર રહિત નિયમોનું દઢતાની સાથે પાલન કરવું હોય છે.
જેવી રીતે ભિક્ષુ–પડિયા ધારણ કરનારાને વિશુદ્ધ સંયમ પર્યાય અને વિશિષ્ટ શ્રુતનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી રીતે ઉપાસક પડિમા ધારણ કરનારાને પણ બારવ્રતના પાલનનો અભ્યાસ અને કંઈક જ્ઞાન હોવું જરૂરી છે, એવું સમજવું જોઈએ.
પડિમા ધારણ કરનારા શ્રાવકે સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, તો પણ સાતમી પડિયા સુધી અનેક નાના મોટા ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક હોતો નથી, પરંતુ પડિમાના નિયમોનું શુદ્ધ પાલન કરવું અતિ આવશ્યક હોય છે. આઠમી પડિમાથી અનેક ગૃહકાર્યના ત્યાગનો પ્રારંભ થઈ જાય છે અને અગિયારમી પડિયામાં સંપૂર્ણ ગૃહકાર્યોનો ત્યાગ કરીને તે શ્રમણ જેવા આચારનું પાલન કરે છે.
અગિયાર પડિમાઓમાંથી કોઈપણ પડિમા ધારણ કરનારાને તેના પછીની પડિમાના નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી. સ્વેચ્છાથી તે પાલન કરી શકે છે. અર્થાત્ પહેલી પડિયામાં સચિત્તનો ત્યાગ શ્રમણભૂત જીવન ધારણ કરવું તે ઇચ્છે તો કરી શકે છે.
પછીની પડિમા ધારણ કરનારાને તેના પૂર્વેની બધી પડિમાઓના બધા નિયમોનું પાલન કરવું નિયમથી જરૂરી હોય છે અર્થાત્ સાતમી પડિમા ધારણ કરનારાને સચિતનો ત્યાગ કરવાની સાથે સંપૂર્ણ બ્રહ્મચર્ય, કાયોત્સર્ગ, પૌષધ આદિ પડિમાઓનું પણ યથાર્થ રૂપથી પાલન કરવું આવશ્યક હોય છે. ૧. પહેલી ‘દર્શન પડિમા' ધારણ કરનારા શ્રાવક ૧૨ વ્રતોનું પાલન કરે છે, પરંતુ તે દઢપ્રતિજ્ઞ સમ્યકત્વી હોય છે. મન, વચન, કાયાથી તે સમ્યકત્વમાં કોઈપણ પ્રકારનો અતિચાર લગાડતા નથી તથા દેવતા કે રાજા આદિ કોઈ પણ શક્તિથી કિંચિત્ માત્ર પણ સમ્યકત્વથી વિચલિત થતા નથી. અર્થાત્ કોઈપણ આગાર વિના ત્રણ કરણ ત્રણ યોગથી એક મહિના સુધી શદ્ધ સમ્યકત્વની આરાધના કરે છે. આ પ્રકારે તે પ્રથમ દર્શન પડિમાવાળા વ્રતધારી શ્રાવક કહેવાય છે.
કેટલીક પ્રતિઓમાં રે ઢસા સીવણ મવડું એવો પાઠ પણ મળે છે તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org