________________
606
૭૦]
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત,
તાત્પર્ય પણ એ જ છે કે તે દર્શન પડિમાધારી વ્રતી શ્રાવક છે. શબ્દની દષ્ટિએ જે એક પણ વ્રતધારી નથી હોતા તેને દર્શન શ્રાવક કહેવાય છે, પરંતુ પડિમા ધારણ કરનારા શ્રાવક પહેલાં બાર વ્રતોના અભ્યાસી અને આરાધક તો હોય જ છે. તેથી તેને માત્ર “દર્શન શ્રાવક” તેમ કહી શકાય નહીં પરંતુ દર્શન પડિમાધારી વતી શ્રાવક સમજવું, તે જ બરોબર છે. ૨. બીજી, વ્રત પડિમા ધારણ કરનારા ઈચ્છા પ્રમાણે એક કે અનેક મોટા કે નાના કોઈ પણ નિયમો પડિમાના રૂપમાં ધારણ કરે છે. જેનું તેઓને અતિચાર રહિત પાલન કરવું જરૂરી હોય છે. ૩. ત્રીજી, સામાયિક પડિમાધારી શ્રાવક સવાર, બપોર, સાંજના નિયત સમયે સદાનિરતિચાર સામાયિક કરે છે અને દેશાવગાસિક(૧૪ નિયમ) વ્રતનું આરાધન કરે છે તથા પહેલી બીજી પડિમાના નિયમોનું પણ પૂર્ણ રીતે પાલન કરે છે. ૪. ચોથી, પૌષધ પડિમાધારી શ્રાવક પહેલાની ત્રણે પડિમાઓના નિયમોનું પાલન કરતા થકા મહિનામાં પર્વ તિથિઓના છ પરિપૂર્ણ પૌષધની સમ્યક પ્રકારે આરાધના કરે છે, આ પડિયા ધારણ કરતાં પહેલાં પણ શ્રાવક પૌષધ વ્રતનું પાલન તો કરે જ છે પરંતુ પડિમાના રૂપમાં નહિ. ૫. પાંચમી કાયોત્સર્ગ પડિમાધારી શ્રાવક પહેલાની ચારે પડિકાઓનું સમ્યક પાલન કરતા થકા પૌષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કે નિયત સમય સુધી કાયોત્સર્ગ કરે છે. ૬. છઠ્ઠી બ્રહ્મચર્ય પડિમાના ધારક શ્રાવક પહેલાની પડિમાઓનું પાલન કરતા થકો સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, સ્નાન અને રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે.
પાંચમી-છઠ્ઠી પ્રતિમાના મૂળ પાઠમાં લિપિ દોષથી કંઈક પાઠ વિકૃત થયો છે જે ધ્યાન દેવાથી સ્પષ્ટ સમજી શકાય છે. પ્રત્યેક પ્રતિમાના વર્ણનમાં પછીની પ્રતિમાના નિયમોના પાલનનો નિષેધ કર્યો છે. પાંચમી પ્રતિમામાં છઠ્ઠી પ્રતિમાના વિષયનો નિષેધપાઠ વિધિરૂપમાં જોડાઈ જવાથી અને ચૂર્ણિકાર દ્વારા સમ્મનિર્ણય ન કરવાના કારણે મતિ ભ્રમથી પાઠ વધુ વિકૃત થઈ ગયો છે.
વ્યાવરથી પ્રકાશિત છેદ સૂત્રના ત્રણ છેઃ સૂત્રાળ માં તેને શુદ્ધ કરવાનો પરિશ્રમ કર્યો છે.
પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનારાને જ સ્નાન ત્યાગ યોગ્ય છે. કારણ કે પાંચમી પડિયામાં એક-એક માસમાં માત્ર દિવસ જ સ્નાનનો ત્યાગ અને દિવસે કુશીલ સેવનનો ત્યાગ કરે તો સંપૂર્ણ સ્નાનનો ત્યાગ કયારે થાય? તથા માત્ર છ દિવસ જ સ્નાનનો ત્યાગ અને દિવસમાં બ્રહ્મચર્ય પાલનનું કથન પડિમાધારીને માટે મહત્વનું નથી. જો પાંચમી પડિમાના પૂરા પાંચ માસ જ સ્નાનનો ત્યાગ કરવાનો અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org