________________
વેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
કરવામાં આવે તો તે પણ અસંગત છે. કારણ કે પાંચ મહિના સુધી રાત્રિમાં બ્રહ્મચર્યનું પાલન ન કરે અને સ્નાન કરવાનો સંપૂર્ણ ત્યાગ રાખે, આ બંને નિયમોનો સંબંધ અવ્યવહારિક લાગે છે. તેથી આગમ પ્રકાશન સમિતિ બાવરનો સ્વીકૃત પાઠ જ ઉચિત લાગે છે.
લિપિ પ્રમાદાદિના કારણોથી જ આ બંને પડિકાઓના નામ સમવાયાંગ આદિ સૂત્રમાં ભિન્ન છે તથા ગ્રંથોમાં પણ આ સંબંધમાં અનેક ભિન્નતા મળે છે. ૭. સાતમી સચિત્ત ત્યાગ પડિમાનો આરાધક શ્રાવક પાણી, નમક(મીઠું), ફળ, મેવા આદિ બધા સચિત્ત પદાર્થોના ઉપભોગનો ત્યાગ કરે છે. પરંતુ તે પદાર્થોને અચિત્ત બનાવવાનો ત્યાગ કરતો નથી. ૮. આઠમી આરંભત્યાગ પડિમાધારી શ્રાવક સ્વયં આરંભ કરવાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરંતુ બીજાને આદેશ આપીને સાવદ્ય કાર્ય કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. ૯. નવમી પ્રેષ્યત્યાગ પડિકામાં શ્રાવક આરંભ કરવા અને કરાવવાનો ત્યાગી હોય છે પરંતુ સ્વતઃ કોઈ તેના માટે આહારાદિ બનાવી આપે કે તેના માટે આરંભ કરે તો તે પદાર્થનો ઉપયોગ કરી શકે છે. ૧૦. દસમી ઉદિષ્ટ ભક્ત ત્યાગ પડિમાધારી શ્રાવક બીજાના માટે બનાવેલા આહારાદિનો ઉપયોગ કરી શકે છે, પોતાના નિમિત્તે બનાવેલ આહારાદિનો ઉપયોગ કરી શકતા નથી. તેનું વ્યાવહારિક જીવન સાધુ જેવું હોતું નથી. તેથી તેને કોઈપણ સાંસારિક વાતો પૂછી શકે છે. તેથી કોઈના પૂછવા પર “હું જાણું છું કે હું નથી જાણતો એટલો જ ઉત્તર દેવો કલ્પે છે. તેનાથી વધુ જવાબ આપવો કલ્પતો નથી. કોઈપણ વસ્તુ યથાસ્થાન પર ન મળવાથી એટલો ઉત્તર દેવાથી પણ પારિવારિક લોકોને સંતોષ થઈ શકે છે. આ પડિયામાં શ્રાવકશિરમુંડન કરાવે છે અથવા વાળ પણ રાખે છે. ૧૧. અગિયારમી શ્રમણભૂત પડિમાધારી શ્રાવક શક્ય તેટલી સંયમી જીવનની મર્યાદાઓનો સ્વીકાર કરે છે પરંતુ જો લોચ ન કરી શકે તો મુંડન કરાવી શકે છે. તે ભિક્ષુની સમાન ગવેષણાના બધા નિયમોનું પાલન કરે છે.
આ પડિમાની અવધિ સમાપ્ત થયા પછી તે પડિમાધારી ફરીથી સામાન્ય શ્રાવક જીવનમાં આવી શકે છે. આ કારણે પડિમાઓના આરાધના કાલમાં તે સ્વયંને ભિક્ષુ ન કહેતા, હું પડિમાધારી શ્રાવક છું એ પ્રકારે કહે છે.
પારિવારિક લોકોની સાથે પ્રેમ સંબંધનો આજીવન ત્યાગ ન હોવાના કારણે તે જ્ઞાત કુલોમાં જ ગોચરી માટે જાય છે. અહીંયા જ્ઞાત કુલથી પારિવારિક અને અપારિવારિક જ્ઞાતિજનોને સૂચિત કર્યા છે. ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરવા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org