________________
છેદશાસ્ત્રઃ સાર આગમ સિદ્ધ વાક્યો
s
'સાર આગમ સિદ્ધ વાક્યો,
* ગચ્છ સમાચારીને અથવા પરંપરાને પ્રમુખતા આપીને આગમ પ્રમાણોની ઉપેક્ષા કરવી તે હઠધર્મીપણું છે. * બૃહત્કલ્પ ભાષ્ય ગાથા ૯૫માં ગીતાર્થને અકારણ એકલ વિહારનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહેલ છે. અગીતાર્થને એકલવિહારનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેનાથી અતિરિક્ત અન્ય સંયમ દોષોનું પ્રાયશ્ચિત્ત આલોચનાનુસાર અલગ દેવાનું કહ્યું છે. * એટલા માટે એકાંત રૂપથી દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેનારા પ્રમાણિત કરે અથવા અનાગમિક પ્રાયશ્ચિત્ત દેવાનો સ્વયં જ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત નિશીથ ઉદ્દેશક–૧૦નાં અનુસાર સ્વીકાર કરે. * ગીતાર્થને સકારણ(ઉચિત યોગ્ય કારણ)થી એકલવિહારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. * સેવા કરનારાને ગુરુ કે છેદ પ્રાયશ્ચિત્ત દેવું તે આગમથી પ્રમાણિત કરી શકાય નહીં. માટે આગમ વિરુદ્ધ પ્રાયશ્ચિત્ત દેનારાઓએ પોતે જ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.
| આગમ મનીષી મુનિરાજશ્રીની વિશેષતાઓ | અસાંપ્રદાયિકચિંતન અને વિચારધારા, સરલ-નમ્ર-ઉદાર ચત્તા, છેદશાસ્ત્રોના મર્મજ્ઞ, આગમ અભ્યાસી, આગમ મનીષી, બહુશ્રુત, નીડર, નિર્મોહી, પરિશ્રમી, સ્વાધ્યાય રસિક, ચારિત્રનિષ્ઠ, પવિત્ર હૃદયી, એકાંત શાંતિપ્રિય યુવા પ્રૌઢ શ્રમણ.
તે સિવાય શ્રાવકના બારવ્રત, ચૌદનિયમ વિશે આપશ્રીની અદ્વિતીય સમજાઈશ અને અનુભવ છે. આગમોની ઐતિહાસિકતાના વિષયમાં આપનું શોધ-ખોજ પૂર્ણ અધ્યયન અને ચિંતન અનુભવ છે. આપશ્રી સદાય અનેકાંત અને સમન્વયાત્મક શૈલીમાં વસ્તુ તત્ત્વને સમજાવતાં વાર્તા-ચર્ચા કરવાનું અત્યંત લક્ષ્ય રાખે છે. એકાંતવાદથી અને દુરાગ્રહોથી દૂર રહે છે. આ રીતે મુનિરાજશ્રી મિલનસાર અને કર્તવ્યનિષ્ઠ તેમજ પુરુષાર્થશીલ સંતરત્ન છે.
–ભક્તિશીલ આગમ રસિક
ગૌતમ મુનિ પ્રથમ
--- Jain Education International
DOMAIN
For Private & Personal Use Only
www.jainelibrary.org