________________
૨૩૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
૧. આ ત્રીજા ઉદ્દેશકમાં અકારણ સ્વયં પ્રવૃત્તિઓ કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવેલ છે. ૨. ચોથા ઉદ્દેશકમાં અકારણ સાધુઓએ પરસ્પરમાં તે પ્રવૃત્તિઓ કરવાનું પ્રાયશ્ચિત્ત કરવાનું બતાવેલ છે. ૩-૪. છઠ્ઠા સાતમા ઉદ્દેશકમાં મૈથુનભાવથી ક્રમશઃ સ્વયં કરવાનું તથા પરસ્પર કરવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. ૫. અગિયારમા ઉદ્દેશકમાં ગૃહસ્થના આ કાર્ય કરવાનું પ્રાયશ્ચિત્ત છે. –૭. પંદરમા ઉદેશકમાં ગૃહસ્થ પાસેથી કાર્ય કરાવવાનું પ્રાયશ્ચિત્ત છે તેમજ વિભૂષા વૃત્તિથી કરવાનું પ્રાયશ્ચિત્ત છે. આ રીતે આ ઉદ્દેશકમાં બે આલાપક છે. ૮–૯. સત્તરમા ઉદ્દેશકમાં સાધુએ ગૃહસ્થ મારફત સાધ્વીનું કામ કરાવવાનું કે સાધ્વીએ ગૃહસ્થ દ્વારા સાધુનું કામ કરાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. આ ઉદ્દેશકમાં પણ બે આલાપક છે. આ રીતે પ૪ સૂત્રોનું નિશીથ સૂત્રમાં કુલ નવ વાર પુનરાવર્તન ભિન્ન-ભિન્ન અપેક્ષાએ થયેલ છે.
જે રીતે આ ત્રીજા-ચોથા ઉદ્દેશકોમાં આ ૫૪ સૂત્રોનું પ્રાયશ્ચિત્ત વિધાન અકારણથી આ પ્રવૃત્તિઓ કરવાનું છે, તેવી જ રીતે આ નિશીથ સૂત્રમાં જ્યાં
જ્યાં શરીર કે ઉપકરણના પરિકર્મ સંબંધી સામાન્ય(વિભૂષા, મૈથુન, ગૃહસ્થ સેવા વગેરેના નિર્દેશ વિના) પ્રાયશ્ચિત સુત્ર છે ત્યાં પણ અકારણ તે પ્રવૃત્તિ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. જેમ કે પ્રથમ ઉદ્દેશકમાં પાત્ર-વસ્ત્ર સંબંધી સુધાર કાર્યનું પ્રાયશ્ચિત્ત વગેરે.
પ્રકરણ-ર૧ઃ દંત-મંજનઃ ઉત્સર્ગ-અપવાદ અને વિવેક જ્ઞાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૪૮-૫૦] દશવૈકાલિક અધ્યયન-૩, ગાથા-૩માં દંત પ્રક્ષાલનને અનાચાર કહેલ છે તથા ઔપપાતિક વગેરે અન્ય આગમોમાં અનેક સ્થાનો પર સાધુ-ચર્યામાં ગવંત ધાવણ પણ એક મહત્ત્વની આવશ્યક ચર્યા કહી છે. વર્તમાન યુગમાં સાધુ-સાધ્વીઓની આહાર-પાણીની સામગ્રી પ્રાચીનકાળ જેવી ન રહેવાને કારણે દંતપ્રક્ષાલન(દંતમંજન) વગેરે ન કરવાથી દાંતોમાં દતક્ષય” કે પાયરિયા વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તેમ છતાં સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞાના યથાર્થ પાલન કરવા માટે નીચે લખેલ સાવધાની રાખવી જોઈએ. (૧) પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, જો સેવન કરવામાં આવે તો ઉપવાસ વગેરે તપ અવશ્ય કરતા રહેવું જોઈએ. (૨) હંમેશાં ઉણોદરી તપ અવશ્ય કરવું અર્થાત્ ભૂખથી ઓછું ખાવું. (૩) અત્યંત ગરમ કે અત્યંત ઠંડા પદાર્થો(વસ્તુઓ) ન વાપરવા. (૪) ભોજન કર્યા પછી કે કંઈક ખાધા-પીધા પછી દાંતોને સાફ કરતા થકા થોડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org