________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર, રર૪ પ્રકરણ-૧૩: પુસ્તક રાખવા સંબંધી સત્ય હકીકત [ઉદ્દેશક–૧૨: સૂત્ર–૫] ભાષ્યમાં પુસ્તકોમાં પાંચ પ્રકાર બતાવ્યા છે, યથા(૧) ગડી પુસ્તક– જેની પહોળાઈ, જાડાઈ સમાન અને લંબાઈઅધિક એવું ચોરસ લાંબું પુસ્તક. (ર) કચ્છપી પુસ્તક જેની પહોળાઈ વચ્ચમાં અધિક હોય, બને કિનારા સાંકડા હોય એવું લાંબુ પુસ્તક. (3) મુષ્ટિ પુસ્તક ચાર અંગુલ લંબાઈ, પહોળાઈવાળું સમચોરસ કે ગોળ પુસ્તક. (4) સંપુટ ફલક પુસ્તક-વૃક્ષ, આદિની છાલથી નિર્મિત પુસ્તક. (5) છેદપાટી પુસ્તક તાડ આદિના પાનથી બનાવેલ પુસ્તક થોડુંક પહોળું તથા લંબાઈ અને જાડાઈમાં અધિક તેમજ વચમાં એક બે અથવા ત્રણ છિદ્રવાળું. આ બધા પુસ્તકો પોલાણયુક્ત હોવાથી દુષ્પતિલેખ્ય છે. અતઃ અકલ્પનીય છે. પુસ્તક રાખવાથી થનારું નુકશાન :- 1. વિહારમાં ભાર અધિક થાય છે. 2. ખભા ઉપર ઘા પડી શકે છે. 3. પોલ રહેવાથી પ્રતિલેખન બરાબર થતું નથી.૪. કુંથવા, ઉધઈની ઉત્પત્તિ થઈ શકે છે. 5. ધનની આશાથી ચોર-ચોરી શકે છે. . તીર્થકર ભગવાને આનો ઉપયોગ કરવાની આજ્ઞા દીધી નથી. અર્થાત્ પ્રશ્નવ્યાકરણ આદિ આગમોમાં કહેવાયેલા ભિક્ષુના ઉપકરણમાં એનું નામ નથી. 7. સ્થાનાંતરિત કરવામાં પરિમથ(વિરાધના) થાય છે. 8. સૂત્ર લખાયેલું છે, એવું વિચારી સાધુ-સાધ્વી પ્રમાદવશ પુનરાવર્તન અથવા કંઠસ્થ ન કરે તો તેનાથી શ્રુત-અર્થ વિનષ્ટ થાય છે.૯. પુસ્તક સંબંધી પરિકર્મ કાર્યોથી સૂત્રાર્થ સ્વાધ્યાયમાં હાનિ થાય છે. 10. અક્ષર લખવામાં કુંથવા આદિ પ્રાણિઓનો વધ થઈ શકે છે. 11. કોઈ જીવોના કલેવર અક્ષર પર ચિપકી જાય છે અથવા તેનું લોહી અક્ષર પર લાગી જાય છે. જીવવધના ચાર દ્રષ્ટાંત - (1) ચતુરંગિણી સેનાની વચમાં હરણ (ર) ઘી, દૂધ આદિથી સંપાતિમાં જીવ (3) તેલની ઘાણી આદિમાં તલ અથવા ત્રસ જીવ તથા (4) જાળમાં ફસાયેલ મત્સ્ય વગેરે અનેક જીવ કદાચિત્ છૂટી પણ શકે છે, બચી પણ શકે છે. પરંતુ પુસ્તકની વચમાં આવી જનારા જીવો બચી શકતા નથી એટલા માટે ભાષ્યમાં કહ્યું છે કે जत्तिय मेत्ता वारा मुंचति, बंधति य जत्तिया वारा जत्ति अक्खराणि लिहंति व, तति लहुगा व आवज्जे // 3008 // અર્થ :- આ પુસ્તકોને જેટલીવાર ખોલે, બંધ કરે અથવા જેટલા અક્ષર લખે; તેટલી વાર લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને જે જીવ મરી જાય તેનું પ્રાયશ્ચિત્ત અલગ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org