________________ રરપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત પુસ્તક રાખવાનો અપવાદ માર્ગ તેમજ વિવેક: શારીરિક પરિસ્થિતિથી આવશ્યક હોવા પર ચર્મ-પંચક ગ્રહણ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. એવી જ રીતે શ્રતવિસ્મૃતિ વગેરે કારણોથી અધ્યયનમાં સહયોગી હોવાથી પુસ્તક વગેરે સાધન પણ વિવેકની સાથે રાખવામાં આવે છે. પોતાની પાસે રાખેલ ઔધિક અને ઔપગ્રહિક ઉપધિનું ઉભયકાળ(બંન્ને સમય) પ્રતિલેખન પ્રમાર્જન કરવું સાધુનો આવશ્યક આચાર છે. તસાર પુસ્તકોને પોતાની ઉપધિરૂપમાં રાખવા હોય તો તેનું પણ બન્ને સમય વિધિ અનુસાર પ્રતિલેખન પ્રમાર્જન કરવું જોઈએ, એવું કરવા પર ભાષ્યોક્ત કોઈ દોષોની સંભાવના પણ રહેતી નથી અને જ્ઞાન આરાધનામાં પણ સુવિધા રહે છે. ભાષ્યકાલની પુસ્તકોની અપેક્ષાએ એ વર્તમાન યુગના પુસ્તકોમાં પોલાણ અતિઅલ્પ હોય છે, આ કારણથી પણ તેમાં દોષની સંભાવના અલ્પ છે. જ્ઞાન ભંડારોમાં ઉચિત વિવેક કર્યા વિના રાખવામાં આવેલા અપ્રતિલેખિત પુસ્તકોમાં અનેક પ્રકારના જીવ ઉત્પન્ન થઈ જાય છે. તે પુસ્તકોનો ઉપયોગ કરવાથી જીવવિરાધનાની સંભાવના રહે છે. અતઃ તેનો યથોચિત વિવેક રાખવો જોઈએ. આવશ્યક અધ્યયન થઈ ગયા પછી, પુસ્તકો રાખવા લખવા અને વાંચવા આદિ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાનો સંકલ્પ રાખવો જોઈએ. તેમજ યથાસમય તેનાથી નિવૃત્ત થઈને કંઠસ્થ સ્વાધ્યાય અને ધ્યાન-સાધનામયજીવન વ્યતીત કરવું જોઈએ. | | પ્રકરણ-૧૪ઃ અનુકંપામાં દોષના ભમ્રનું નિવારણ | | [ઉદ્દેશક–૧૨ H સૂત્ર 1-2) કોલુણ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા થાય છે. જેમ કે–ોનુd-alણે અનુકંપા - ચૂર્ણિ. બંધાયેલું પશુ બંધનથી મુક્ત થવા માટે તડપે છે. તેને બંધનથી મુક્ત કરી દેવા અથવા સુરક્ષા માટે છૂટા પશુને નિયત સ્થાન પર બાંધી દેવા. આ પશુ પ્રત્યે કરુણા ભાવ છે. પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય અથવા આકુલ-વ્યાકુલ થાય તો જઘન્ય હિંસા દોષ લાગે છે. તેનું બંધન ખોલવાથી તેને કોઈપણ નુકસાન કરે, તે બહાર નીકળી ક્યાંક ખોવાઈ જાય; જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં બીજા પશુ જો તેને ખાઈ જાય અથવા મારી નાખે તો પણ દોષ લાગે છે. પશુ આદિને બાંધવા, ખોલવા આદિ કાર્ય સંયમ સમાચારીમાં વિહિત નથી. આ કાર્યતો ગૃહસ્થનું કાર્ય છે. માટે તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ કાર્ય કરવાવાળા પ્રાયશ્ચિત્તના બરાબર ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે, પરંતુ અનુકંપાના ભાવની મુખ્યતા હોવાથી અહીં એનું ગુરુ પ્રાયશ્ચિત્તને બદલે લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org