________________
૧૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
ઉપરોકત ૧૦-ર૯ સુધીમાં કહેલ આગમ દષ્ટિવાદ નામના અંગના જ અધ્યયન હતા અથવા તેનાથી અલગ નિર્મૂઢ કરેલા સૂત્ર હતા. તે બધાના નામ નંદી સૂત્રમાં કાલિકકૃતની સૂચિમાં આપેલ છે. અંતિમ દસ સૂત્રોને ઠાણાંગ સૂત્રમાં સંક્ષેપિક દશા સૂત્રના દસ અધ્યયન રૂપે કહેલ છે.
પ્રસ્તુત વ્યવહાર સૂત્રના આ સૂત્રોના અંતમાં બતાવવામાં આવેલ છે કે વીસ વર્ષની દીક્ષા પર્યાય સુધીમાં સંપૂર્ણ શ્રુતનો અભ્યાસ કરી લેવો જોઈએ. તે પ્રમાણે વર્તમાનમાં પણ પ્રત્યેક યોગ્ય ભિક્ષને ઉપલબ્ધ બધા આગમ ગ્રુતનું અધ્યયન વીસ વર્ષમાં પરિપૂર્ણ કરી લેવું જોઈએ. તેના પછી પ્રવચન પ્રભાવના કરવી જોઈએ અથવા નિવૃત્તિમય સાધનામાં રહીને સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરેમાં લીન રહેતા થકા આત્મ-સાધના કરવી જોઈએ.
ઉપરોક્ત આગમોની વાચના, યોગ્ય શિષ્યોને જ દેવી જોઈએ તેમજ યથાક્રમથી દેવી જોઈએ વગેરે વિસ્તૃત વર્ણન અહીંયા અન્ય પરિશિષ્ટમાં જુઓ.
@ | [] વાચના ક્રમ-વ્યુત્ક્રમની વિચારણા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ઃ સૂત્ર– ૧૬, ૧૭] આગમ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક વગેરે જે પણ અનુક્રમથી પહેલા વાચના દેવાની છે તેની વાચના પહેલા દેવામાં આવે છે અને જેની વાચના પછી દેવાની છે તેની વાચના પછી દેવામાં આવે છે, જેમ કે૧. આચારાંગસૂત્રની વાચના પહેલા આપવામાં આવે છે અને સૂયગડાંગ સૂત્રની વાચના પછી દેવામાં આવે છે. ૨. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની વાચના પહેલાં દેવામાં આવે છે, બીજા શ્રુતસ્કંધની વાચના પછી દેવામાં આવે છે. ૩. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પણ પ્રથમ અધ્યયનની અને તેમાં પણ પહેલાં ઉદ્દેશકની વાચના પહેલા આપવામાં આવે છે અને આગળના અધ્યયન, ઉદ્દેશકોની વાચના પછી દેવામાં આવે છે.
ચૂર્ણિકારે અહીંયા બતાવ્યું છે કે દશવૈકાલિક સૂત્રની અપેક્ષાએ આવશ્યક સૂત્ર પ્રથમ વાચના સૂત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રની અપેક્ષાએ દશવૈકાલિકસૂત્ર પ્રથમ વાચના સૂત્ર છે. આવશ્યક સૂત્રમાં પણ સામાયિક અધ્યયન પ્રથમ વાચના યોગ્ય છે. બાકીના અધ્યયન ક્રમથી પછી વાચના યોગ્ય છે.
વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧૦માં કાલિકસૂત્રોની વાચનાનો ક્રમ આપેલ છે તથા સાથે જ દીક્ષા પર્યાયનો સંબંધ પણ બતાવવામાં આવેલ છે. તે ક્રમમાં ઉત્કાલિક શ્રુત તેમજ જ્ઞાતાધર્મકથા વગેરે અંગોનો ઉલ્લેખ નથી, આચાર શાસ્ત્ર તેમજ સંખ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org