________________
રપ૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
अक्खा संथारो य, एगमणेगंगिओ च उक्कोसो।।
पोत्थग पणगं फलगं, बितिय पये होइ उक्कोसो ॥१४१६॥ નિ. ભાષ્ય ભાગ ૨, પાના- ૧૯૨-૯૩. બૃહતક ભાષ્ય ગાથા. ૪૦૯૬ થી ૪૦૯૯. અર્થ:- (૧) અનેક પ્રકારના બાજોઠ (ર) નિષદ્યા (૩) દંડ (૪) પ્રમાર્શનિકા (દંડાસન) (૪) પત્થરાદિ (૫) કાતર (૬) સોઈ (૭) નખ કાપવાનું(નેઈલ કટર) (૮) કર્ણ શોધનક(કાન ખોતરવાની સળી) (૯) દાંત ખોતરણી (દંત શોધનક) (૧૦) છત્ર પંચક (૧૧) ચિલમિલિકા પંચક (૧૨) સંસ્તારક (અનેક પ્રકારનાં ઘાસ) (૧૩) પાંચ પ્રકારના દંડ-લાઠી વગેરે (૧૪) ત્રણ માત્રક(ઉચ્ચાર, પ્રસવણ, ખેલ માત્રક) (૧૫) અવનવા (વાંસની ખપાટ) (૧૬) ચર્મત્રિક (૧૭) સંસ્તારક પટ્ટ અને ઉત્તર પટ્ટ (ઊનનું તેમજ સૂતરનું સૂવા માટેનું વસ્ત્ર) (૧૮) અક્ષ સમવસરણ (સ્થાપનાચાર્ય) (૧૯) ચટ્ટાઈવગેરે (૨૦) પુસ્તક પંચક (ર૧) ફલગ- લાકડાના પાટ-પાટલા વગેરે.
ભિક્ષુ આ ઉપકરણોને ઉત્સર્ગ વિધિથી રાખી શકતા નથી. અપવાદિક સ્થિતિમાં આ ઔપગ્રહિકઉપકરણ રાખી શકાય છે. પુસ્તકનાં કથનથી અધ્યયનની લેખન સામગ્રી સંબંધી ઉપકરણ તેમજ ચમા વગેરે પણ ક્ષેત્ર- કાળ અનુસાર આવશ્યક હોવાથી રાખવામાં આવે છે. અહીંયા એ ઉલ્લેખનીય છે કે આ ઉપકરણોમાં સોઈ, કાતર, છત્ર વગેરે ધાતુવાળા ઉપકરણો પણ કહે છે. પુસ્તક, માત્રક, સંસારક, પાટ તથા શયન(સૂવાનો) વસ્ત્રને પણ અપવાદવાળા ઉપકરણ કહેલ છે તથા અન્ય અનેક પ્રચલિત ઉપકરણો તેમજ પદાર્થોનો અહીંયા ઉલ્લેખ નથી. આગમ તથા ભાષ્ય, ટીકાથી અતિરિક્ત અલગ-અલગ સમુદાયમાં પ્રચલિત કિંઈક નવા ઉપકરણો આ પ્રમાણે છે– આમાંથી કેટલાક ઉપકરણો શ્વે. મૂર્તિપૂજક શ્રમણોમાં પ્રચલિત છે અને કેટલાક સ્થાનકવાસી શ્રમણોમાં પણ પ્રચલિત છે. (૧) નાંદ, તગડી, સૂપડી, ચૂલી (સાવરણી) મૂર્તિ વગેરે. (ર) ગુરુજનોના ફોટા વગેરે. (૩) સમયની જાણકારી માટે ઘડી. (૪) સ્થાપનાચાર્યના માટે ઠવણી. (૫) પુસ્તક રાખવા માટે સાપડા-સાપડી(નાની મોટી ઇવણી). () યોગની પાટલી, દાંડી, દંડાસન. (૭) વાસક્ષેપનો ડબ્બો કે બટવા. (૮) પ્લાસ્ટીકનો લોટો, ગ્લાસ, ઢાંકવા માટે (ઢાંકણું) બાલ્દી વગેરે ઉપકરણ. (૯) રાત્રે પાણી રાખવા માટે તેમાં નાખવાનો ચૂનાનો ડબ્બો. (૧૦) વસ્ત્ર-પાત્ર વગેરે સ્વચ્છ કરવા માટે સાબ-સોડા સર્ફ વગેરે. (૧૧) વસ્ત્ર સૂકવવાને માટે તેમજ ચોલપટ્ટક બાંધવા માટે દોરીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org