________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર
આ ઉપકરણોને રાખવાનું વિધાન આગમોમાં તેમજ તેના ભાષ્યાદિ વ્યાખ્યા ગ્રંથોમાં નથી. અત્યાવશ્યક થતાં જ સંયમ અને શરીરની સુરક્ષાના ઔપગ્રહિક ઉપકરણો રાખવા તે સ્વયંના વિવેક નિર્ભર છે. પરંતુ પ્રવૃત્તિ કે પરંપરારૂપથી અનાગમિક, અનાવશ્યક ઉપકરણ રાખવા તે પરિગ્રહ રૂપ જ છે.
૨૫૪
-
ઔથિક ઉપધિનું પ્રાયશ્ચિત્ત :– પ્રસ્તુત પ્રાયશ્ચિત્ત સૂત્ર ઔત્સર્ગિક ઉપધિથી સંબંધિત છે. તેમાં પણ જેની ગણના કે પ્રમાણ(માપ) આગમમાં ઉપલબ્ધ છે, તેના ઉલ્લંઘનનું પ્રાયશ્ચિત્ત આનાથી સમજવું જોઈએ. બાકીનું પરિમાણ તેમજ પ્રાયશ્ચિત્ત પ્રમાણાભાવમાં પરંપરા પ્રાપ્ત સમાચારીથી સમજવું જોઈએ. ઔપગ્રહિક અથવા અતિરિકત ઉપધિનાં પ્રાયશ્ચિત્તની વિચારણા :– આગમ નિરપેક્ષ વધારે ઉપધિ રાખવાથી ગુરુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. કારણ વિના કે કારણથી કાર્ય પુરુ થઈ જવા છતાં પણ ઔપગ્રહિક ઉપકરણોને રાખવાથી ગુરુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ઔપગ્રહિક ઉપકરણોને હંમેશાને માટે આવશ્યક રૂપથી રાખવાની પરંપરા ચલાવવાથી ઉત્સૂત્ર પ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને રાખનારાને ‘ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે છે. માટે ઉંડા, દંડાસન, કંબલ, સ્થાપનાચાર્ય વગેરે કોઈપણ ઉપકરણની આગ્રહ યુક્ત પ્રરૂપણા કરવી મિથ્યા પ્રવર્તન સમજવું જોઈએ.
પ્રકરણ-૨૬ : ગુરુ આદિની આશાતનાઓમાં અપવાદ
ન
[ઉદ્દેશક-૧૦: સૂત્ર–૪] ભાષ્ય ચૂર્ણિમાં આશાતનાઓના અનેક અપવાદોનો ઉલ્લેખ કરેલ છે, જેમ કે (૧) ગુરુ બીમાર હોય તો તેના માટે જે અપથ્ય આહાર હોય તો તે તેને ન દેખાડવો પરંતુ સ્વયં ખાઈ જવો કે પૂછ્યા વિના બીજાને દઈ દેવો. (૨) માર્ગમાં કાંટા વગેરે દૂર હટાવવા માટે આગળ ચાલવું. (૩) વિષમ સ્થાનમાં કે વૃદ્ધાવસ્થામાં સહારાને માટે અત્યંત નજીક ચાલવું. (૪) શારીરિક પરિચર્યા(સેવા) કરવાને માટે નજીક બેસવું તેમજ સ્પર્શ કરવો. (૫) અપરિણત (અયોગ્ય) સાધુ ન સાંભળી શકે એટલા માટે છેદસૂત્રની વાંચનાના સમયે નજીક બેસવું. (૬) ગૃહસ્થનું ઘર નજીક હોય તો ગુરુના અવાજ દેવા પર પણ ન બોલવું અથવા સંઘર્ષની સંભાવના હોય તો પણ ન બોલવું.
(૭) સાધુઓથી માર્ગ અવરુદ્ધ(રોકાયેલ) હોય તો સ્થાન પરથી ગુરુને ઉત્તર દેવો. (૮) સ્વયં બીમાર હોય કે અન્ય બીમારની સેવામાં સંલગ્ન હોય તો બોલાવવા ૫૨ પણ ન બોલવું. (૯) મળ વિસર્જન કરતા ન બોલવું. (૧૦) ગુરુથી ક્યારેક ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ જાય તો વિવેકપૂર્વક કે એકાંતમાં કહેવું. (૧૧) ગુરુ વગેરે સંયમમાં શિથિલ થઈ ગયા હોય તો તેને સંયમમાં સ્થિર કરવા માટે કર્કશ ભાષાનો પ્રયોગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org