________________
પપ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત
ઉક્ત આશાતનાની પ્રવૃત્તિ કરવા પર પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તેમાં આશાતનાનો ભાવ હોતો નથી પરંતુ ઉચિત વિવેક દષ્ટિ હોય છે.
કે પ્રકરણ-ર૦ઃ શ્રુત અધ્યયન તેમજ ભિક્ષુની પડિમા જી [અંતગડ સૂત્ર અને વ્યવહારસૂત્ર] અંતકૃતદશા સૂત્રમાં ૮૮ સાધુ-સાધ્વીઓનાં શ્રુત અધ્યયનનું વર્ણન છે. જેમાં અગિયાર અંગને કંઠસ્થ કરનારા–૬ છે. બાર અંગ, ચૌદપૂર્વને કંઠસ્થ કરનારા–રર છે. જેમાં અગિયાર અંગ કંઠસ્થ કરનારાઓની દીક્ષા પર્યાય પાંચ વર્ષથી લઈને અનેક વર્ષોની છે. ચૌદ પૂર્વ, બાર અંગ કંઠસ્થ કરનારાની દીક્ષા પર્યાય ૧૬ અને ૨૦ વર્ષની છે. શાસ્ત્ર અધ્યયન ત્રણ વર્ષ પહેલાં - વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૧૦માં શાસ્ત્ર અધ્યયનનું દીક્ષા-પર્યાયથી વર્ણન કરેલ છે. તેનો યોગ્ય અર્થ છે કે સૂત્ર નિર્દિષ્ટ વર્ષો સુધી તો યોગ્ય સાધુ-સાધ્વીએ સૂત્ર કથિત અધ્યયન કરી જ લેવા જોઈએ કે ઉપાધ્યાયે તેઓને કરાવી દેવા જોઈએ.
સૂત્ર નિર્દિષ્ટ વર્ષો પછી તે સૂત્રના અધ્યયન કરવા કે કરાવવા એવો અર્થ કરવો તે મતિભ્રમ જ છે. જેમાં અનેક આગમ-પાઠોની સંગતિ પણ થતી નથી અને અંતગસૂત્રમાં આવેલ શાસ્ત્ર અધ્યયનના વર્ણનથી પણ વિપરીત અર્થ થાય છે.
સૂત્રનો સત્ય-યોગ્ય અર્થ ન કરીને મતિ ભ્રમથી ખોટો અર્થ કરવો અને પછી આગમવિહારીના સમાધાનથી સંતોષ રાખવો, તે બીજી ભૂલ છે. તેવું કરવાથી કથાનકોનું સમાધાન થઈ પણ જાય, છતાય છેદસૂત્રોના અનેક વિધાનોનું કંઈપણ સમન્વય-સમાધાન થઈ શકે નહિ. માટે આ સૂત્રમાં કહેલ અગિયાર અંગ અને ૧૪ પૂર્વના અધ્યયન વર્ણનનું વ્યવહાર સૂત્ર સંબંધી આગમ અધ્યયન વિધાનના અર્થ સાથે કોઈ વિરોધ નથી.
- વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ત્રણ અનુસાર જેને આચારાંગ, નિશીથનું અધ્યયન પૂર્ણ થયું નથી તેવા સાધુ મુખ્ય(પ્રમુખ) બનીને વિચરણ કરી શકતા નથી અને ઉદ્દેશક ચાર અનુસાર જો તેનોમુખ્ય શ્રમણ (સંઘાડા પ્રમુખ) કાળ કરી જાય તો તેને ચાર્તુમાસમાં પણ વિહાર કરવો જરૂરી થઈ જાય છે.”
માટે આ સ્પષ્ટ છે કે ત્રણ વર્ષની દીક્ષાવાળા અને આચારાંગ, નિશીથનું અધ્યયન કરીને તેને કંઠસ્થ ધારણ કરનારા જ મુખીયા બનીને વિચારી શકે છે. તેનાથી એ સિદ્ધ થયું કે ત્રણ વર્ષની દીક્ષા સુધી ઓછામાં ઓછુંઆચારાંગ-નિશીથનું અધ્યયન કરી લેવું જોઈએ, એ અર્થ કરવો જ આગમ અનુકૂળ છે.
વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં ત્રણ વર્ષની દીક્ષાવાળાને ઉપાધ્યાય બનાવવાનું સ્પષ્ટ વિધાન છે. ત્યાં આ પણ વિધાન છે કે ઉપાધ્યાય બનનારા સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org