________________
છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-૧
આચારાંગ, નિશીથ સૂત્ર વગેરે અને કંઠસ્થ કરેલા કાલિક આગમોનો યોગ્ય સમયે સ્વાધ્યાય કરવો આવશ્યક હોવા છતાં પણ ઉપેક્ષાથી રહી જાય છે કે સ્વાધ્યાય તો કરીજ લીધી. માટે સાંજનું પ્રતિક્રમણ પૂર્ણ થઈ જવા પર કાળનું એટલે આકાશનું પ્રતિલેખન કર્યા પછી આખો પ્રહર સ્વાધ્યાય કરવો જોઈએ. તેવી જ રીતે સવારના પ્રતિક્રમણની આજ્ઞા લીધા પહેલાં રાત્રિના ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરવાનું આગમ વિધાન છે, એવું સમજવું જોઈએ. ફક્ત દશવૈકાલિક સૂત્રની તે જ ૧૭ ગાથાઓનો વારંવાર અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરીને સંતોષ માનવો જોઈએ નહીં.
૧૬૮
સ્વધ્યાયના ચારે ય પ્રહરમાં સ્વાધ્યાય ન કરવો તે જ્ઞાનનો અતિચાર છે. તેમજ લઘુચોમાસી પ્રાયશ્ચિત્તનું સ્થાન છે. એવું જાણીને કદાચ ક્યારેક સ્વાધ્યાય ન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ,પરંતુ સેવા કે ગુરુ આજ્ઞામાં કયાંય સમય પસાર થયો હોય તો ચારે પ્રહરમાં સ્વાધ્યાય ન થવા છતાં પણ પ્રાયશ્ચિત્ત આવતું નથી. એવી રીતે બીમારી વગેરે અન્ય પણ અપવાદ કારણ સમજી લેવા જોઈએ. અકારણ સ્વાધ્યાયની ઉપેક્ષા કરીને વિકથાઓમાં અને આળસ પ્રમાદમાં સમય વ્યતીત કરવા પર સંયમ મર્યાદાથી વિપરીત આચરણ થાય છે. તેમજ જ્ઞાનનાં અતિચારનું સેવન થાય છે, જેથી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
આ સૂત્રોનો આશય એ છે કે વિકથા, વાર્તાઓમાં અગર સમાચારપત્રો વાંચવામાં સમય વ્યતીત ન કરીને ભિક્ષુઓએ સદા જૈનાગમોના સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ.
[૧૧] અસ્વાધ્યાયના આઠ દિવસઃ અમાંત માન્યતાની વિચારણા [નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૯ : સૂત્ર–૧૨]સૂત્ર ૧૨માં જે ‘અષાઢી પ્રતિપદા’ વગેરે શબ્દ છે તેનો અર્થ અષાઢી પૂનમની પછી આવતી પ્રતિપદા અર્થાત્ શ્રાવણ વદ એકમ તેમ સમજવું જોઈએ. પરંતુ અષાઢી પૂનમ પછી અષાઢ વદ એકમ હોય તેમ ન સમજવું જોઈએ. એવી જ રીતે બાકીની ત્રણે પ્રતિપદા પણ તે મહોત્સવની પૂનમ પછી આવનારી પ્રતિપદાને જ માનવી બરાબર છે.
આગમમાં અનેક સ્થળોમાં દર્શાવેલ તીર્થંકર વગેરેનાં વર્ણનોમાં સ્પષ્ટ રૂપથી પ્રત્યેક મહિનામાં પ્રથમ વદ(કૃષ્ણ પક્ષ) અને પછી સુદ(શુક્લ પક્ષ) કહેવામાં આવે છે. આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-ર : અધ્યયન-૧૫માં- શિમ્હાણ पढमे मासे, दोच्चे पक्खे, चेत्त सुद्दे, तस्सणं चेत्त सद्दस्स तेरसी पक्खेणं ।
આ પાઠમાં ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ બતાવતાં ગ્રીષ્મ ઋતુના પ્રથમ મહિનાનો દ્વિતીય પક્ષ ચૈત્ર સુદ કહ્યો છે. તેવી જ રીતે અન્ય શાસ્ત્રોમાં પણ વર્ણન છે. માટે પૂનમ પછી આગળના મહિનાની એકમ હોય તેમ સમજવું; શાસ્ત્ર સંમત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org