________________
૧૪
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
૧૯૪ राओ व पप्फोडण, पमज्जणा य दो संभवति । पडिलेहणा न संभवति अचक्खुविसयाओ ॥
અહીં વિશેષ સ્પષ્ટ કર્યું છે કે પ્રતિલેખન દિવસમાં જ થાય, રાત્રિમાં નહિ. તેથી સૂર્યોદય પહેલા ૧૦ પ્રકારની ઉપધિના પ્રતિલેખનનો ઉપરોક્ત ભાષ્ય ગાથા ૧૪રપનો નિર્દેશ સંદેહાસ્પદ છે. અર્થાત્ અન્ય ગ્રંથોમાંથી આ ગાથા અહીં પ્રક્ષિપ્ત થયેલી છે અથવા અપવાદ પરિસ્થિતિને ઉત્સર્ગ રૂપ આપ્યું છે, તેમ કંઈ પણ સમજવું, પરંતુ સૂર્યોદય પહેલાં પ્રતિલેખન કરવાનું વિધાન કરવું, એ ઉચિત નથી.
આ જ રીતે ગાથા ૧૪રર-ર૩ પ્રમાણે પ્રતિક્રમણ આદિના સમયે વારંવાર મુહપત્તીનું રાત્રિમાં પ્રતિલેખન કરવું તે પણ ઉચિત નથી. તેથી તે પ્રવૃત્તિ તો પ્રતિલેખનની મશ્કરી કરવા રૂપ છે અને નિરર્થક પ્રમાદરૂપ નાટકમાત્ર થાય છે.
ઉત્તરાધ્યયન અધ્યયન ર૬ ગાથા રસમાં મુહપત્તીના પ્રતિલેખન પછી ગુચ્છાનું પ્રતિલેખન કરવાનો સ્પષ્ટ નિર્દેશ છે. જો કે આ ઉપરોકત ૧૦ ઉપધિમાં ગુચ્છાનું કથન કર્યું જ નથી. આ કારણથી પણ ઉત્તરાધ્યયન સૂત્રના મૂલ પાઠની સાથે ગાથા ૧૪રપના કથનની સંગતિ થતી નથી.
ઉત્તરાધ્યયન અ. ર૬ભાષ્ય ગાથા ૧૪ર૬માં બતાવ્યું છે કે પાત્ર પ્રતિલેખન દિવસની પ્રથમ પોરસીનો ચોથો ભાગ બાકી રહેવા પર કરવું જોઈએ અને ચરમ પોરસીના પ્રારંભમાં જ પાત્ર પ્રતિલેખન કરીને બાંધીને રાખી દેવા જોઈએ. ત્યાર પછી શેષ ઉપકરણોનું પણ પ્રતિલેખન કરીને પછી સ્વાધ્યાય કરવો જોઈએ. ___एस पढम चरमपोरिसीसु कालो, तव्विवरीओ अकालो पडिलेहणाए ।
આ રીતે દિવસની પ્રથમ અને ચોથી પોરસી પ્રતિલેખનનો કાળ છે અને શેષ છ પોરસી(ચાર રાત્રિનીને બે દિવસની) પ્રતિલેખન માટે અકાલ છે. આ વ્યાખ્યાથી પણ સૂર્યોદયની પૂર્વરાત્રિની અંતિમ પોરસીનો સમય પ્રતિલેખન માટે અકાળ સિદ્ધ થાય છે. સાર – સૂર્યોદયની પહેલા પ્રતિલેખનાની પરંપરા, વિધિ માર્ગરૂપે જે ગચ્છોમાં પ્રચલિત છે તે આગમ સમ્મત નથી અને દિવસ રાત્રિના કોઈપણ સમયમાં વારંવાર મુહપત્તી પ્રતિલેખનાનું પણ કોઈ ઔચિત્ય નથી. # પ્રકરણ-રઃ પાત્ર પ્રતિલેખના બે વાર: પ્રમાણ ચર્ચા હક્ક
જિનશાસન આગમોના આધાર પર જ સુરક્ષિત ચાલી રહ્યું છે. આપણા માટે પણ આજે આગમ જ સર્વોપરી પ્રમાણભૂત છે. પોતાને વિદ્વાન સમજવાવાળા ઘણાય માણસો પોતાને માન્ય ધારણા પ્રવૃત્તિના મોહ-દુરાગ્રહમાં આગમ પ્રમાણોની ઉપેક્ષા કરીને ધારણા, પરંપરા અને પ્રવૃત્તિને એટલું વધારે મહત્ત્વ દઈ
Jain Education International
For Private & Personal Use O
www.jainelibrary.org