________________
૧૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
દે છે કે તેનાથી સ્વતઃ આગમોની મહાન આશાતના થઈ જાય છે. તેમજ તેઓ સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણાનું મહાપાપ વહોરીને પોતાની પરંપરા અને ખોટી પકડના મોહ દુરાગ્રહમાં સામાન્ય જેવા સરલ વિષયને પણ સમજી શકતા નથી. આ પણ જીવની પોતાના માન-કષાયને કારણે થનારી એક દશા છે.
પ્રતિલેખન સાધુ સમાચારીનો એક મુખ્ય આચાર છે. જેના માટે મૌલિક આગમ અને તેની વ્યાખ્યાઓમાં સ્પષ્ટરૂપથી સવાર-સાંજ બંને સમય પ્રતિલેખન કરવાનું આવશ્યક વિધાન છે. સાધુએ પોતાના બધા જ ભંડોપકરણનું સવાર-સાંજ બે વખત પ્રતિલેખન કરવું જરૂરી છે.
તે પ્રમાણે પાત્ર પણ સાધુને આવશ્યક ઉપકરણ છે. તેની પણ બંને વખત પ્રતિલેખના કરવી જોઈએ. તેમાં કોઈ વિવાદને સ્થાન નથી. તે સાથે સાધુને જે પણ ઉપકરણ પોતાની નેશ્રામાં(પાસે) રાખવા હોય તે ભંડોપકરણ જ કહેવાય અને જે પણ ભંડોપકરણ સાધુ રાખે છે તે શરીર સંયમના ઉપયોગને માટે જ રાખે છે. તેનું પડિલેહણ પણ બે ટાઈમ કરવું આવશ્યક સમજવું જોઈએ. કોઈપણ આગમમાં કે તેની વ્યાખ્યામાં એકવાર પ્રતિલેખન કરવું, એવું વિધાન કરવામાં આવ્યું નથી, કેટલીય આગમ વિપરીત પ્રવૃત્તિઓ તો શિથિલાચાર તેમજ પ્રમાદથી પ્રારંભ થઈ જાય છે અને કોઈ અપવાદરૂપ પરિસ્થિતિથી પ્રારંભ થઈને પછી કાલાંતરે પરંપરા બની જાય છે. જેને ક્યારેક ગાડરીયા પ્રવાહની વૃત્તિ-વાળા દુરાગ્રહમાં નાખીને સિદ્ધાંત બનાવી દે છે.
તો પણ ન્યાયનાં સ્થાન રૂપ આપણા પ્રમાણભૂત આગમ મોજૂદ છે. ક્યારેક અવ્યવસ્થા તેમજ ઉતાવળથી છૂટી ગયેલ સાંજના પાત્ર પ્રતિલેખનાને માટે પ્રમાણ દેવામાં આવી રહ્યા છે. તટસ્થ વિદ્વાન આ પ્રમાણોથી સાચું મૂલ્યાંકન કરે. પ્રમાણોલેખ – (૧) આવશ્યક સૂત્ર:- શ્રમણ સૂત્રની ત્રીજી પાટી અને તેની ટીકામાં પાત્રનો ઉલ્લેખ બે વાર પ્રતિલેખનમાં છે. રાજેન્દ્રકોષ પડમા શબ્દ પૂ. ર૭૩. મૂળ પાઠ-૩મગોપાત્ત સંડોવારણ મપડિજોદણા.... ટીકા:- મયld wથમ પશ્વિમ પરિષી નક્ષ, પંડોપરા પાત્ર વસ્ત્રા अप्रत्युप्रेक्षणया दुप्रत्युप्रेक्षणया । तत्र अप्रत्युप्रेक्षणया-मूलत एव चक्षुसा अनिरक्षणीया ફત્યાર . – આચાર્ય મલયગિરીય ટીકા.
અહીંયા બધા ભંડોપકરણનું બે વાર પ્રતિલેખનમાંવિધાનમાં પાત્ર પણ છે અને અનેક વસ્ત્રાદિ પણ છે. માટે વસ્ત્ર અને પાત્રની વિધિ સમાન સમજવી.
આવશ્યક સૂત્ર બંને કાળે સાધુઓએ જ આવશ્યક સહિત કરવું આવશ્યક હોય છે. તેના ચોથા અધ્યાયના ઉક્ત મૂળ પાઠમાં બે વાર પ્રતિલેખનનું સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org