________________
ર૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
અહીં મોદિગો થી ધાન્ય અને ઉપલક્ષણથી અન્ય પ્રત્યેક સચિત્ત બીજોને ગ્રહણ કરવા જોઈએ. તેથી સૂત્રનો અર્થ છે કે સચિત્ત ધાન્ય તેમજ બીજનો આહાર કરવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
દ્રવ્ય અને ભાવની ચૌભંગીમાં સચિત્ત સંબંધી પ્રથમ અને બીજો, બે ભંગ છે, તેનું જ આ પ્રાયશ્ચિત્ત છે. અચિત્તના બે ભંગોમાં સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી. અચિત્ત અખંડ ધાન્યાદિ ખાવાનું વિધાન – વ્યાખ્યાકારે "વત્ત વંદ" માં પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે પરંતુ સૂત્રકારનો આ આશય નથી. એટલા માટે નીચેના આગમ સ્થળ જોવા જોઈએ.
વિ નાથ તૂ, સોયા મં9 Mાઈ l –આ.સુ.૧ અ.૯ ઉ.૪ ગા.૪ अवि सूइयं व सुक्कं वा, सीयपिंडं पुराणकुम्मासं । નવું ગુજરે 3 પુના વા, સદ્ધ પિંડે મતળે રવિણ II –આ.શ્ર.૧ અ.૯ ઉ.૪ માયામ વેવ નવો ૨, સીવે લોવીર નવોવન ૨ા –ઉત. અ.૧૫ ગા.૧૩ पंताणि चेव सेवेज्जा, सीयपिंडं पुराणकुम्मास । અ૬ વુક્ષર પુના વા, નવાફા ળિસેવા મંડ્યું || –ઉત. અ.૮ ગા.૧૨ Hથુjમામય ! –દશવૈ. અ.પ.ઉ.૧ ગા.૯૮
ઉપરોક્ત સ્થળોથી સ્પષ્ટ સિદ્ધ છે કે ભગવાન મહાવીર સ્વામીએ અચિત્ત અખંડ ધાન્ય- મોડા = ભાત શુક્લાસ = અડદ વગેરેનો આહાર કર્યો હતો તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં નવો = જવનું ઓદન અને પુરાણ સુમારે = અડદના બાકુળા વગેરે લેવાનું તેમજ ખાવાનું કથન છે. વર્તમાનમાં પણ ચોખા, બાજરો, જવ વગેરેનું ભોજન તેમજ આખા મગ, ચણા વગેરેનું શાક (વ્યંજન) બને છે, તે લેવામાં આવે છે. માટે અચિત્ત અખંડ ધાન્યાદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત ન સમજીને સચિત્ત ધાન્ય કે બીજના આહારનું આ માસિક પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું આગમ સંમત છે. સચિત્ત ધાન્ય જાણીને ખાવાનું પ્રાયશ્ચિત્ત અને અજાણતા ખાવાનું પ્રાયશ્ચિત્ત જુદા-જુદા હોય છે. તેને પુસ્તકના પ્રારંભમાં આપેલ પ્રાયશ્ચિતના કોષ્ટકથી સમજી લેવું જોઈએ.
તેનાથી અતિરિક્ત કાચી વનસ્પતિ, મીઠું, પાણી વગેરે અસંખ્ય-જીવી પ્રત્યેક કાયને ખાવામાં કે તે સચિત્તથી સંયુક્ત અચિત્ત પદાર્થ ખાવામાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તે નિશીથ સૂત્રના બારમા ઉદ્દેશકમાં દર્શાવેલ છે. લીલફૂગ વગેરે અનંતકાય સંયુક્ત આહાર ખાવામાં આવે તો તેને માટે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત નિશીથના દશમા ઉદ્દેશકમાં કહ્યું છે. એ બધા(ત્રણે ય) પ્રાયશ્ચિત્ત સચિત્ત ખાવાની અપેક્ષાએ કે સચિત્ત મિશ્ર ખાવાની અપેક્ષા છે. ભિક્ષુને આ સચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org