________________
છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-ર
ખાવાનો પ્રસંગ ભૂલથી થઈ જવાની સંભાવના રહે છે. જાણીને સચિત્ત ખાવાનું તો ભિક્ષુને માટે અસંભવ જેવું જ છે.
૨૩૦
પ્રકરણ-૧૮ : અચિત્ત મીઠું : આહાર-અણાહાર [ઉદ્દેશક-૧૧ઃ સૂત્ર-૬૦] વિત્ત વા ોળ = પકાવેલ મીઠું. બ્મિય વા લોખ = ભેદિત થયેલ, બીજા કોઈ પણ શસ્ત્રથી અચિત્ત થયેલ મીઠું.
આ બંન્ને પ્રકારના નમક અચિત્ત છે. આગમમાં સચિત્ત નમકની સાથે આ બંન્ને પ્રકારનાં નમકનાં નામ આવતા નથી. દશવૈ. અ.૩ ગા.૮માં ૬ પ્રકારના સચિત્ત નમક લેવા કે ખાવા માટે અનાચાર કહ્યો છે, જેમ કે
सोवच्चले सिंधवे लोणे, रोमालोणे य आमए । सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ॥ ८ ॥
આચા. બ્રુ.ર અ.૧૯.૧૦માં ઉક્ત બંને પ્રકારનું મીઠું(નમક) ખાવાનું વિધાન છે. દશ. વૈ. અ.૮ ગાથા. ૧૮ માં આ બંનેના સંગ્રહનો નિષેધ છે અને પ્રસ્તુત સૂત્રમાં રાત્રિમાં રાખેલ આ પદાર્થો ખાવાનો નિષેધ છે, પ્રાયશ્ચિત્ત છે. આ વિભિન્ન સ્થળોના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે ઉપર પ્રમાણેના છ પ્રકારના સચિત્ત નમકમાંથી કોઈ નમક અગ્નિ ઉપર પકાવેલ હોય તો તેને ‘બલવણ' કહે છે અને તે અન્ય શસ્ત્રપરિણત હોય તો તેને ‘ઉદ્ભિન્ન’ મીઠું કહે છે.
ભાષ્યકારે અહીં આહાર અને અનાહાર યોગ્ય પદાર્થોનું વર્ણન કરતાં બતાવ્યું છે કે સૂત્રોક્ત પદાર્થ ભૂખ-તરસને શાંત કરવાને માટે ન હોય તો પણ તેને આહારમાં ભેળવવામાં આવે છે અને તે આહારને સંસ્કારિત કરે છે. માટે તે પણ આહારના ઉપકારક હોવાથી આહાર જ છે.
ઔષધિઓ(દવાઓ) આહાર અને અનાહાર રૂપથી બે પ્રકારની કહી છે. (૧) જેના ખાવાથી થોડો પણ અનુકૂળ સ્વાદ આવે તે આહાર રૂપ છે. (૨) જે ખાવામાં અનિચ્છનીય તેમજ અરુચિકર હોય તે અનાહાર છે, જેમ કે ત્રિફળા વગેરે ઔષધિઓ, મૂત્ર, લીંબડાની છાલ, લીંબોળી તથા બીજા પણ એવા અનેક પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરે સમજી લેવા જોઈએ. અથવા ભૂખમાં જે કોઈપણ ખાઈ શકાય છે તે બધા આહાર છે. આ વ્યાખ્યા એક વિશેષ અપેક્ષાથી જ સમજી લેવી જોઈએ. કારણ કે વ્યવહાર સૂત્ર ઉ.૯ પ્રમાણે રાત્રિમાં સ્વમૂત્ર પીવાનું નિષિદ્ધ છે. જેને ભાષ્યમાં અનાહાર કહ્યો છે. માટે આત્રિફળા વગેરે પદાર્થોને પણ રાત્રે કે ઉપવાસ વગેરેમાં અનાહાર સમજીને ખાવું આગમ સંમત ન સમજવા જોઈએ અર્થાત્ આહાર કે અનાહાર કોઈપણ પદાર્થ રાત્રે ખાવા-પીવા સાધુને કલ્પતા નથી. ગોબર(છાણ) વગેરે લેપ્ય પદાર્થ પણ રાત્રે લગાવવાનું પ્રાયશ્ચિત્ત નિશીથના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org