________________
૨૩૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
બારમા ઉદ્દેશકમાં કહ્યું છે. વિવેચનના અંતમાં ભાષ્યકારે પણ આહાર કે અનાહાર રૂપ પદાર્થોને સામાન્ય રીતે રાત્રે રાખવા કે ખાવાનો નિષેધ કર્યો છે. આહાર રાખવાથી ગુરુ ચૌમાસી અને અનાહાર રાખવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પ્રકરણ-૧૯ઃ ગૃહસ્થનાં વાસણમાં ખાવું અને વસ્ત્ર ધોવા [ઉદ્દેશક-૧ર : સૂત્ર-૧૦] સાધુ ગૃહસ્થ દ્વારા પોતાના પાત્રમાં વહોરાવેલા આહારાદિ ગ્રહણ કરીને તેને ખાઈ શકે છે પરંતુ ગૃહસ્થના થાળી-વાટકા વગેરેમાં ખાઈ શકતા નથી તથા ગૃહસ્થના ગ્લાસ, લોટા વગેરેમાં પાણી પણ ન પી શકે. આ મુનિ જીવનનો આચાર છે.
દશવૈ અગાથા ૫૧, પર, પ૩ માં તેનો નિષેધ કરેલ છે. તે વર્ણન આ પ્રમાણે છે– માટી, કાંસુ વગેરે કોઈપણ પ્રકારનાં ગૃહસ્થનાં વાસણમાં અન્ન-પાણી વગેરે આહાર કરતા થકા સાધુ પોતાના આચારથી અલિત-પતિત થાય છે. /પલા. કારણ કે સાધુના આહાર કર્યા પછી ગૃહસ્થ દ્વારા તે વાસણને ધોવાથી અપ્લાયની વિરાધનાનો નિમિત થાય છે તથા તે પાણી ફેકે તો અનેક ત્રસ જીવોની હિંસા થાય છે. માટે તેમાં(ભોજન કરવું) તેને જિનેશ્વર ભગવંતોએ અસંયમ કહ્યો છે.પરા
ગૃહસ્થના વાસણમાં આહાર કરવાથી પૂર્વકર્મ, પશ્ચાતુકર્મ વગેરે દોષ લાગે છે; માટે સાધુને ગૃહસ્થનાં વાસણોમાં ખાવું-પીવું કલ્પતું નથી. આ કારણોથી નિગ્રંથમુનિ ગૃહસ્થનાં વાસણોમાં આહારાદિ કરતા નથી.પિયા
દશવૈ. અ.૩ ગા.૩માં દર્શાવ્યું છે કે ગૃહસ્થનાં વાસણમાં ખાવાની પ્રવૃત્તિ, તે અનાચાર છે. સૂય. શ્રુ.૧ અ.ર ઉદ્દે-૨, ગાથા.૨૦ માં ગૃહસ્થનાં વાસણોમાં ન ખાનારા સાધુને સામાયિક ચારિત્રવાન કહેલ છે. સૂય. શ્રુ.૧, અ.૯, ગાથા.૨૦ માં કહેલ છે કે ભિક્ષુ ગૃહસ્થનાં વાસણોમાં આહાર પાણી કદાપિ કરે નહીં. ગૃહસ્થનાં પાત્રમાં ખાવાથી લાગતા દોષ :(૧) ગૃહસ્થનાં ઘરમાં ખાવું. (ર) ગૃહસ્થ દ્વારા સ્થાન પર(ઉપાશ્રયમાં) લાવેલ વાપરવું. (૩) ગૃહસ્થ દ્વારા વાસણોને પહેલાં કે પછી ધોવા. (૪) નવા વાસણ ખરીદવા. (૫) આહાર-પાણીની અલગ-અલગ વ્યવસ્થા કરવી, વગેરે અનેક દોષોની પરંપરા વધે છે.
માટે સાધુએ આગમાનુસાર કાષ્ઠ, માટી કે તુંબડાનાં પોતાના પાત્રમાં જ આહાર કરવો જોઈએ; ગૃહસ્થના થાળી, વાટકા, લોટા કે ગ્લાસ વગેરેનો ઉપયોગ કરવો ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org