________________
| પપ,
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત,
સ્થાવરકાયની બરાબર યાતના ન કરવી અર્થાત્ તેની વિરાધના કરવી, કરાવવી. ૮. ક્રોધ ભાવમાં બળવું અર્થાત્ મનમાં ક્રોધ ભાવ રાખવો. ૯. ક્રોધ કરવો અર્થાત્ વચન અને વ્યવહારમાં ક્રોધ પ્રગટ કરવો. ૧૦. પીઠ પાછળ નિંદા કરવી.
૧૧. કષાયથી અથવા અવિવેકથી નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨. નવો કલેશ ઉત્પન્ન કરવો. ૧૩. જૂના, શાંત થઈ ગયેલ કલેશને ફરીથી ઉત્પન્ન કરવો. ૧૪. અકાલમાં સૂત્રનો સ્વાધ્યાય કરવો. ૧૫. સચિત્ત રજ કે સચિત રજથી યુક્ત હાથ-પગનું પ્રમાર્જન ન કરવું અર્થાત્ પ્રમાર્જન કર્યા વિના બેસી જવું કે અન્ય કાર્યમાં લાગી જવું.
૧૬. જરૂરત વગર બોલવું, વાક્યુદ્ધ કરવું અને જોર-જોરથી આવેશ યુક્ત બોલવું. ૧૭. સંઘમાં અથવા સંગઠનમાં અથવા પ્રેમ સંબંધમાં ભેદ ઉત્પન્ન થાય તેવું ભાષણ કરવું. ૧૮. કલેશ કરવો, ઝઘડવું, તુચ્છતા ભરેલો વ્યવહાર કરવો. ૧૯. દિવસભર કંઈને કંઈ ખાતા રહેવું. ૨૦. અનેષણીય આહાર, પાણી આદિ ગ્રહણ કરવા અર્થાત્ એષણાના નાના દોષોની ઉપેક્ષા કરવી.
# શકે I બીજી દશાઃ એકવીસ સબલ દોષ
સબલ, પ્રબલ, ઘન, ભારે, વજનદાર, વિશેષ બળવાન આદિ લગભગ એકાર્થક શબ્દ છે.
સંયમના સબલ દોષોનો અર્થ છે– સામાન્ય દોષોની અપેક્ષાએ મોટા દોષ કે વિશેષ દોષ. આ દશામાં એવા મોટા દોષોને સબલ દોષ કહ્યા છે. તે પ્રાયઃ સંયમના અનાચારરૂપ હોય છે. તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે તથા એ સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરનારા દોષ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સબલ દોષ સંયમમાં મોટા અપરાધ છે અને અસમાધિ સ્થાન સંયમમાં નાના અપરાધ છે. એકવીસ સબલ દોષ :- (૧) હસ્ત કર્મ કરવું. (૨) મૈથુન સેવન કરવું. (૩) રાત્રિ ભોજન કરવું. (૪) સાધુના નિમિત્તે બનાવેલ આહાર પાણી લેવા. (૫) રાજાના ઘરે ગોચરી કરવી. (૬) સામાન્ય સાધુ-સાધ્વીજીઓના નિમિત્તે બનાવેલા ઉદેશિક આહાર આદિ લેવા કે સાધુને માટે વેચાતા લાવેલ હોય એવા આહારાદિ પદાર્થ લેવા. (૭) વારંવાર તપ-ત્યાગ આદિનો ભંગ કરવો. (૮) વારંવાર ગણનો ત્યાગ કરવો અને સ્વીકાર કરવો.
(૯, ૧૯) ઘૂંટણ પાણીમાં ડૂબે એટલા પાણીમાં એક માસમાં ત્રણ વાર કે વર્ષમાં ૧૦ વાર ચાલે અર્થાત્ આઠ મહિનાના આઠ અને એકવાર વધુ કુલ ૯ વાર ઉતરે તો સબલ દોષ નથી, ૧૦ વાર થાય તો શબલ દોષ બને છે.
(૧૦, ૨૦) એક માસમાં ત્રણ વાર અને વર્ષમાં ૧૦ વાર(ઉપાશ્રય માટે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org