________________
| દશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૪૬
વિષયમાં બહુશ્રુત સાધુ, સૂત્રથી અવિરુદ્ધ અને સંયમ પોષક પ્રાયશ્ચિત્તની મર્યાદાઓ કરી દીધી હોય કે કોઈ અન્ય વ્યવહાર અથવા તત્ત્વ નિર્ણય કર્યા હોય તે પ્રમાણે વર્તન કરવું, તે “જીત વ્યવહાર” કહેવાય છે.
जं जीयमसोहिकरं पासत्थ पमत्त संजयाइण्णं जइ वि महाजणाइण्णं, न तेण जीएण ववहारो ॥७२०॥ जंजीयं सोहिकर, संवेगपरायणेन दंतेण । एगेण वि आइण्णं, तेण उ जीएण ववहारो ॥७२१॥
– વ્યવહાર સૂત્ર ભાષ્ય, ઉદ્દેશક ૧૦. વૈરાગ્યવાન એક પણ દમિતેંદ્રિય બહુશ્રુત દ્વારા જે સેવિત હોય તે જીત વ્યવહાર સંયમશુદ્ધિ કરનારા હોઈ શકે છે. પરંતુ જે પાર્શ્વસ્થ, પ્રમત્ત તેમજ અપવાદ પ્રાપ્ત સાધુથી આચીર્ણ હોય તે જીત વ્યવહાર અનેકોના દ્વારા સેવિત થવા પર પણ શુદ્ધિ કરી શકતા નથી. તેથી તેવા જીત વ્યવહારથી વ્યવહાર ન કરવો જોઈએ.
सो जइकालादीणं अपडिकंतस्स निव्विगइयंतु । मुहणंतगफिडिय पाणग असंवरेण एवमादीसु ॥७०६॥
– વ્યવહાર સૂત્ર ભાષ્ય, ઉદ્દેશક–૧૦. જે પચ્ચકખાણ કાળ કે સ્વાધ્યાયકાળ આદિનું પ્રતિક્રમણ કરતા નથી, મુખ પર મુખવસ્ત્રિકા વિના રહે છે અથવા બોલે છે અને પાણીને ઢાંકતા નથી તેને “ નીવી'નું પ્રાયશ્ચિત્ત આવે છે. આ બધા જીતવ્યવહાર છે.
ગાથામાં આવેલા મુગંતifuડયની ટીકા-પુર્વ પોતિયાં ઉદિતાયાં मुखपोतिकामंतरेणेत्यर्थः ।
આ પાંચે ય વ્યવહારો દ્વારા દેવામાં આવેલ પ્રાયશ્ચિત્ત આગમ વ્યવહાર થાવત્ જીત વ્યવહાર કહેવાય છે. આ સૂત્ર વિધાનનો આશય એ છે કે પહેલા કહેવામાં આવેલ વ્યવહાર અને વ્યવહારી મુખ્ય હોય છે. તેની અનુપસ્થિતિમાં જ બાદમાં કહેલા વ્યવહાર અને વ્યવહારીને પ્રમુખતા દઈ શકાય છે. અર્થાત્ જે વિષયમાં શ્રુતવ્યવહાર ઉપલબ્ધ હોય એ વિષયનો નિર્ણય કરવામાં ધારણા કે જીત વ્યવહારને પ્રમુખ ન કરવા જોઈએ.
વ્યુત્ક્રમથી પ્રમુખતા દેવામાં સ્વાર્થ ભાવ કે રાગ-દ્વેષ વગેરે થાય છે, નિષ્પક્ષ ભાવ રહેતો નથી. એ આશયને સૂચિત કરવાને માટે સૂત્રના અંતિમ ભાગમાં રાગ-દ્વેષ તેમજ પક્ષપાત ભાવથી રહિત બનીને યથાક્રમથી વ્યવહાર કરવાની પ્રેરણાદેવામાં આવી છે. સાથે જ સૂત્રનિર્દિષ્ટ ક્રમથી તથા નિષ્પક્ષભાવથી વ્યવહાર કરનારાને આરાધક કહેવામાં આવેલ છે. તેથી પક્ષભાવથી તેમજ વ્યુત્ક્રમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org