________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જોઈએ. પરંતુ સ્વયં જ આચાર્ય પદની પ્રાપ્તિ માટે સંકલ્પબદ્ધ થવું તથા ન મળવા પર ગણનો, ગચ્છનો ત્યાગ કરી દેવો વગેરે સર્વથા અનુચિત છે.
૧૪૫
એવી રીતે એ સૂત્રમાં બતાવેલી સંપૂર્ણ સૂચનાઓને સમજીને સૂત્ર નિર્દિષ્ટ વિધિથી પદ આપવું જોઈએ અને એનાથી વિપરીત બીજા અયોગ્ય અને અનુચિત માર્ગનો સ્વીકાર ન કરવો જોઈએ.
આ સૂત્રથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્યાદ્વાદ સિદ્ધાંતવાળા વીતરાગ માર્ગમાં વિનય-વ્યવહાર અને આજ્ઞાપાલનમાં પણ અનેકાંતિક વિધાન છે. અર્થાત્ વિનયના નામથી ફક્ત વાવા વાજ્યં પ્રમાળનો નિર્દેશ નથી. આ કારણે આચાર્ય દ્વારા નિર્દિષ્ટ યા અનિર્દિષ્ટ ભિક્ષુની યોગ્યતા-અયોગ્યતાની વિચારણા તથા નિમણૂકનો અધિકાર સૂચિત કરવામાં આવ્યો છે.
આવા આગમ વિધાનોના હોવા છતાં પણ પરંપરાના આગ્રહથી અથવા બાવા વાવયં પ્રમાળની કહેવત ચરિતાર્થ કરીને આગમ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી અથવા ભદ્રિક તેમજ અકુશળ એવા રત્નાધિક સાધુઓને ગચ્છ પ્રમુખ રૂપમાં સ્વીકાર કરી લેવા તે ગચ્છ તથા જિનશાસન માટે સર્વતોમુખી પતનનો જ માર્ગ છે.
તેથી સ્યાદ્વાદ્ માર્ગને પ્રાપ્ત કરીને આગમવિપરીત પરંપરા તથા નિર્ણયને પ્રધાનતા ન દઈને હંમેશાં જિનાજ્ઞા તથા શાસ્ત્ર આજ્ઞાને જ પ્રધાનતા દેવી જોઈએ. પરિશિષ્ટ-૨ : પાંચ વ્યવહાર
[ઉદ્દેશક–૧૦ : સૂત્ર–૩] (૧) આગમ વ્યવહાર ઃ– નવ પૂર્વથી લઈ ચૌદ પૂર્વના જ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની પોતાના જ્ઞાનના આધારે જે વ્યવહાર કરે, પ્રાયશ્ચિત્ત આપે કે કોઈ નિર્ણય આપે તે આગમ વ્યવહાર કહેવાય છે.
(૨) શ્રુત વ્યવહાર ઃ– ઉપરોકત જ્ઞાનીઓના અભાવમાં જઘન્ય આચારાંગ તથા નિશીથ સૂત્ર અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ જ્ઞાનના આધારે જે વ્યવહાર, પ્રાયશ્ચિત્ત કે નિર્ણય કરવામાં આવે તે ‘શ્રુત વ્યવહાર’ કહેવાય છે.
(૩) આશા વ્યવહાર ઃ- કોઈ આગમ વ્યવહારી કે શ્રુત વ્યવહારીની આજ્ઞા કરવામાં આવે તે મળવા પર તે આજ્ઞાના આધારથી પ્રાયશ્ચિત્ત દેવામાં આવે, તે ‘આજ્ઞા વ્યવહાર’ કહેવાય છે.
(૪) ધારણા વ્યવહાર ઃ- આગમના આધારથી, ફલિતાર્થથી બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્તની કંઈક મર્યાદા કરી હોય તેમજ કોઈ વ્યવહાર કે નિર્ણય લીધા હોય તે ધારણા, પરંપરા અનુસાર કરવું તે ધારણા વ્યવહાર’ કહેવાય છે.
(૫) જીત વ્યવહાર ઃ- જે વિષયોમાં કોઈ સ્પષ્ટ સૂત્રનો આધાર ન હોય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org