________________
૨૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
પણ અધિક સમય સુધી થવા પર છ માસી પ્રાયશ્ચિત્ત એટલે ઉત્કૃષ્ટ ૧૮૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
૮. દિવસ સંબંધી સકારણ અનેક દોષ કે વિરાધનાનું એક સાથે પ્રતિક્રમણમાં ૧ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે તેમજ પ્રમાદ શિથિલાચાર આદિ બધાનું દિવસ સંબંધી પ્રાયશ્ચિત્ત પાંચ ઉપવાસનું આવે છે. આ પ્રાયશ્ચિત્ત નિત્યની ક્રિયા સમાચારી સંબંધી છે. છેદ પ્રાયશ્ચિત્ત :- ૧. ઉપર કહેલા દોષોવાળી સ્થિતિમાં અત્યધિક લોકાપવાદ થાય અને દોષ સેવન કરનારાના પરિણામ સંયમ શિથિલતા અને સ્વચ્છંદી થઈ જાય તો છેદ પ્રાયશ્ચિત્ત આવે છે.
૨. (૧) મૂળગુણ દોષોનું વારંવાર સેવન કરવાથી અથવા અત્યધિક લાંબા સમય સુધી દોષોનું સેવન કરવાથી () અકારણ અપવાદનું સેવન કરવાથી. (૩) મૂળગુણમાં દોષોના સેવનથી અધિક લોકનિંદા થવા પર. (૪) અનુશાસનનો અત્યધિક ભંગ કરવા પર. (૫) સ્વચ્છંદતા અથવા તેની પ્રરૂપણા કરવાથી. (૬) આચાર્યગુરુ આદિની અત્યધિક આશાતના કરવાથી. ઈત્યાદિક પરિસ્થિતિઓમાં પ્રાયશ્ચિત્ત દાતાને યોગ્ય લાગે તો છેદ પ્રાયશ્ચિત્ત આપે અથવા તપ પ્રાયશ્ચિત્ત પણ આપી શકે છે.
૩. અગીતાર્થ સાધુ-સાધ્વીને પહેલા એક-બે વાર ચેતવણી આપ્યા વગર છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી.
૪. સ્વયં પોતે સરલતા પૂર્વક આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવાથી, બીજા દ્વારા દોષ પ્રગટ કરીને, સાબિત કરીને પ્રાયશ્ચિત્ત અપાવવામાં આવે તો છેદ પ્રાયશ્ચિત્ત જ આવે છે. બીજા દ્વારા દોષ સિદ્ધ કરવા છતાં પણ જે ઘણીવાર જૂઠ-કપટ કરે, ભૂલ સ્વીકાર ન કરે, ત્યાર પછી લાચાર થઈને દોષ સ્વીકાર કરે તો તેને “મૂળ' પ્રાયશ્ચિત્ત આવે છે. અર્થાત નવી દીક્ષા આપવામાં આવે છે અને છેવટ સુધી પણ સરલતા ધારણ ન કરે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી પરંતુ ગચ્છની બહાર મૂકવામાં આવે છે. નિશીથસૂત્રની ઐતિહાસિક વિચારણા -
આ સૂત્ર આચારાંગ સૂત્રનો એક વિભાગ છે. ગણધર સિવાય એના કોઈ પ્રરૂપક નથી. કોઈ અજ્ઞાત સમયે તેને નિશીથ સૂત્ર રૂપે અલગ કરવામાં આવ્યું છે. વ્યવહાર સૂત્રમાં સાધુ-સાધ્વીઓ, આચાર્યો ઉપાધ્યાયો આદિને આ સૂત્ર કંઠસ્થ કરવું જરૂરી બતાવ્યું છે. વ્યવહાર સૂત્ર ચૌદ પૂર્વી ભદ્રબાહુ સ્વામી રચિત છે. તેમાં સાધ્વીજીઓને પણ આ સૂત્ર કંઠસ્થ કરવાનું આવશ્યક કહેલું છે. તેથી તેને પૂર્વોમાંથી લીધેલું માનવાની કલ્પના અનુચિત છે. કારણ કે વ્યવહાર સૂત્રની પહેલા પણ આ સૂત્રનું અસ્તિત્વ હતું અને તીર્થકરના શાસનના પ્રત્યેક સાધુ-સાધ્વીને કંઠસ્થ કરવું આવશ્યક હોવાથી સર્વજ્ઞ શાસનના પ્રારંભથી જ આ સૂત્ર વિદ્યમાન હોય છે. તેથી આ સૂત્રને ગણધર ગ્રથિત આચારાંગના અધ્યયન રૂપ હોવાનું જે વર્ણન સૂત્રોમાં, વ્યાખ્યાઓમાં અને ગ્રંથોમાં મળે છે, તેને જ સત્ય સમજવું યોગ્ય છે. તે અંગે અન્ય કલ્પનાઓને મહત્ત્વ દેવું તે આગમ સંમત નથી. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International