________________
| વેદશાસ્ત્ર: પ્રસ્તાવના
ર૪
એટલા માટે જ ચાર છેદ સૂત્રોમાં પણ તેનું પ્રથમ સ્થાન છે. તેના પછી ક્રમશઃ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રનું સ્થાન છે. આગમ પુરુષની રચના કરનારા પૂર્વાચાર્યોએ અને પિસ્તાલીસ આગમોનો સંક્ષિપ્ત પરિચય લખનારા મૂર્તિપૂજક વિદ્વાનોએ પણ નિશીથસૂત્રને છેદ સૂત્રોમાં પ્રથમ કહેલ છે.
વ્યવહાર સૂત્રના ૧૦માં ઉદ્દેશકમાં કહેલા પાઠ્યક્રમમાં ત્રણ વર્ષની દીક્ષાવાળાને નિશીથ સૂત્ર અને પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળાને રક્ષા-પૂ-વહારનું અધ્યયન કરવાનું કથન કર્યું છે.
વ્યવહાર સૂત્રમાં ૧૬ સ્થાન પરનિશીથ સૂત્રને “આચાર પ્રકલ્પ” અથવા “આચાર પ્રકલ્પ અધ્યયન” કહ્યું છે.
નિશીથ સૂત્ર આ નામ ઘણા સમય પછી અપાયું હોવાથી ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી અને ગણધર ગ્રથિત આગમોમાં તેનો ઉલ્લેખ નથી. “નિશીથ અધ્યયન” એવો ઉલ્લેખ આચારાંગના અધ્યયનરૂપમાં સમવાયાંગ સૂત્રની કેટલીક પ્રતોમાં મળે છે.
નિષ્કર્ષ એ છે કે “નિશીથ અધ્યયન' નામ આચારાંગના એક અધ્યયનનું હતું અને જ્યારે તેને અલગ કર્યું ત્યારે આચારાંગથી અલગ કર્યું હોવાથી તેને “આચાર પ્રકલ્પ” કહ્યું અને કાલાન્તરમાં અધ્યયનના નામની સાથે “સૂત્ર' શબ્દ જોડી દીધો, ત્યારથી આ નિશીથ સૂત્ર કહેવાયું.
વ્યવહાર સૂત્રનું સંકલન થયા પહેલાં જ આ અધ્યયન અલગ કરી દીધું હતું અને નંદીસૂત્રના સંકલન સમય સુધી એનું નામ “આચાર પ્રકલ્પ'ની જગ્યાએ નિશીથસૂત્ર થઈ ગયું હતું એટલા માટે નંદીસૂત્રમાં નિશીથ સૂત્ર જ નામ છે, “આચાર પ્રકલ્પ” નામ નથી. જ્યારે વ્યવહાર સૂત્રમાં નિશીથસૂત્ર' આ નામ ક્યાંય નથી પરંતુ આગમોને કંઠસ્થ કરવાના અનેક પ્રકારના વિધાનોમાં સોળવાર “આચાર પ્રકલ્પ' નામના સૂત્રનો ઉલ્લેખ કર્યો છે.
નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા આદિ વ્યાખ્યાકારોએ નિશીથસૂત્રને અથવા આચારાંગ સહિતનિશીથ અધ્યયનને “આચાર પ્રકલ્પ' નામથી ગ્રહણ કર્યું છે. તેથી તેને આચારાંગ સૂત્રનું અધ્યયન કહો, આચાર પ્રકલ્પ કહો કે આચાર પ્રકલ્પ અધ્યયન અથવા નિશીથ સૂત્ર કહો બધા નિશીથસૂત્રના પર્યાયવાચી નામ છે. એ નામોની સંખ્યા પાંચ છે.
જેમ કે – (૧) આચારાંગ સૂત્રનું અધ્યયન નિલીયા (ર) આચાર પ્રકલ્પ અધ્યયન (૩) આચાર પ્રકલ્પસૂત્ર (૪) નિશીથ સૂત્ર (પ) આચારાંગ સૂત્રની પાંચમી ચૂલા.
આવી રીતે સમયે-સમયે પરિવર્તિત થયેલા નામવાળું આ શાસ્ત્ર છે. નંદી સૂત્રની રચના પછી એનું નામ નિશીથ સૂત્ર' નિશ્ચિત થઈ ગયું છે.
કરે જો મનોરથ ત્રણનું ચિંતન તે સાધુ-શ્રાવક કરે મુક્તિગમન!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org