________________
છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
(૨) ભગવાને જેવું કર્યું તેવું જ ગણધરોએ કર્યું એવું જ તેઓના શિષ્યોએ અને સ્થવિરોએ કર્યું. તેવું જ આજકાલના શ્રમણ તથા આચાર્ય અને અમે કરીએ છીએ. પહેલા દિવસે પર્યુષણ કરી શકે છે, પરંતુ પછી કરી શકતા નથી, આવી ક્રમબદ્ધ રચનાને ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામીની રચના કહેવી, તે પણ અસંગત છે. (૩) ઉક્ત સૂત્રમાં ‘અમે’ શબ્દનો પ્રયોગ કરનારા કોણ છે ? ભદ્રબાહુ જેવા મહાન શ્રુતધર આ પ્રકારે કહે એવી કલ્પના કરવી પણ ઉચિત લાગતી નથી. એવી રીતે પૂર્વાપરના તથ્યો પર ચિંતન કરવા પર એવું પ્રતીત થાય છે કે વર્તમાનમાં ઉપલબ્ધ પર્યુષણા કલ્પસૂત્રની સમાચારી પ્રકરણનું આ પ્રથમ સૂત્ર અને અન્ય અનેક સૂત્ર પરિવર્તિત અને પરિવર્ધિત છે. આ સમાચારી પણ ભદ્રબાહુની રચના હોય તેવું પ્રતીત થતું નથી.
૬.
આ દશાઓનું જે સ્વરૂપ નિર્યુક્તિકારની સામે હતું તે ઉપલબ્ધ કલ્પસૂત્રમાં દેખાતું નથી. તેથી આ આઠમી દશાને સંક્ષિપ્ત પાઠવાળી કહેવાની અપેક્ષાએ આચારાંગના સાતમાં અધ્યયનની સમાન વિલુપ્ત કહેવું તે યોગ્ય લાગે છે.
આગમના સૂત્રપાઠનો એક અક્ષર પણ આગળ-પાછળ, ઓછો-વધારે, અહીં-તહીં કરવો બહુ મોટો દોષ અને જ્ઞાનાતિચાર માનવામાં આવે છે. તો પણ સમયે-સમયે અનેક એવા પ્રક્ષેપ આગમોમાં થયા છે. તેમાનું આ પણ એક જવલંત ઉદાહરણ છે.
ઉપલબ્ધ કલ્પસૂત્રના ર૯૧માં અંતિમ ઉપસંહાર સૂત્રનો ભાવાર્થ એ છે કે આ સંપૂર્ણ(૧૨૦૦ શ્લોક પ્રમાણનું પર્યુષણા કલ્પસૂત્ર) અધ્યયન (આઠમી દશા) ભગવાન મહાવીરસ્વામીએ રાજગૃહ નગરમાં દેવયુક્ત પરિષદમાં વારંવાર કહ્યું છે. ‘આ ઉપસંહાર સૂત્રને વાંચીને બુદ્ધિશાળી પાઠકને આશ્ચર્ય થશે કે ભગવાનના જીવનનું સંપૂર્ણ વર્ણન તેઓના જ મુખથી પરિષદમાં કહેવડાવવું અને નિર્વાણના ૯૮૦ વર્ષ કે પાઠાંતરે ૯૯૩ વર્ષ વીત્યાનું કથન, સ્થવિરોની વંદનાના પાઠ સહિત સ્થવિરાવલી તથા અસંગત પાઠોથી યુક્ત સમાચારીને મહાવીરના શ્રી મુખેથી કહેવડાવવું અને તે આઠમી દશાને ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામી રચિત કહેવું તે કેટલો બેહુદો પ્રયાસ છે, જેને કોઈ પણ રીતે સત્ય સિદ્ઘ કરી શકાતું નથી.
આ કલ્પસૂત્ર ભગવાન મહાવીરે રાજગૃહીનગરીના ગુણશીલ ઉદ્યાનમાં વારંવાર કહ્યું હતું તો કયા દિવસે કહ્યું હતું ? શું એક જ દિવસમાં કહ્યું કે અલગ-અલગ દિવસોમાં કહ્યું ? વારંવાર કેમ કહ્યું ? કેટલા કલાકો સુધી નિરંતર કહ્યું ? ઇત્યાદિ પ્રશ્નોના સાચા ઉત્તર કયાંય મળી શકતા નથી.
નિર્યુક્તિકારે આ દશાના જે-જે વિષયોની વ્યાખ્યા કરી છે, તેનાથી પણ ઉક્ત પ્રશ્નોનો નિર્ણય થઈ શકતો નથી. નિર્યુક્તિની ૧મી ઉપસંહાર ગાથા છે. એકસઠ ગાથાઓમાં આવેલા વિષયોનો સારાંશ આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org