________________
૧૯૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
હોય (૧૭) ભૂતક(નોકરી-દિવસનાં ભૂતક, યાત્રાભૃતક વગેરે (૧૮) અપહૃતમાતા-પિતા વગેરેની આજ્ઞા વિના ચોરી કરીને(અદત્ત) લાવેલા બાળક વગેરે (૧૯) ગર્ભવતી સ્ત્રી (૨૦) બાલવત્સા– દૂધ પીતા બાળકવાળી સ્ત્રી, ભાષ્યમાં આના અનેક ભેદ-પ્રભેદ કહેલ છે તથા તેને દીક્ષા દેવાથી થનારા દોષો અને તેના પ્રાયશ્ચિત્તોનાં અનેક વિકલ્પ કહ્યા છે.
આગમ વિહારી અને અતિશયજ્ઞાની શ્રમણો આ ભાષ્યવર્ણિત બધાને યથાઅવસરે દીક્ષા દઈ શકે છે.
બાલ્યવયવાળાને કારણવશ ગીતાર્થ ગુરુ દીક્ષા દઈ શકે છે. એવું ઠાણાંગ સૂત્ર અ.પ. સૂત્ર ૧૦૮ થી ફલિત થાય છે.
ભાષ્ય ગાથા ૩૭૩૮માં વીસ પ્રકારના અયોગ્યમાંથી કોઈને યથાવસર દીક્ષા આપી પણ શકાય છે, એવું બતાવેલ છે પરંતુ ગીતાર્થ ભિક્ષુને આ અધિકાર પણ અન્ય ગીતાર્થની સલાહથી હોય છે, અથવા તો તેને પણ પ્રાયશ્ચિત્ત આવે છે. દિક્ષાને યોગ્ય વ્યક્તિઃ (૧) આર્યક્ષેત્રમાં ઉત્પન (ર) જાતિ-કુળ સંપન્ન (૩) નિર્મળ બુદ્ધિ (૪) હળુકર્મી (૫) સંસાર સાગરમાં મનુષ્ય ભવની દુર્લભતા, જન્મ મરણનાં દુઃખ, લક્ષ્મીની ચંચળતા, ઇન્દ્રિયવિષયોનાં દુઃખ, ઈષ્ટ સંયોગોનો વિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, મરણ પછી પરભવનો અતિ રૌદ્રવિપાક અને સંસારની અસારતા વગેરે ભાવોને જાણવાવાળા (૬) સંસારથી વિરક્ત (૭) અલ્પકષાયી (૮) અલ્પ હાસ્યાદિ અર્થાત્ કુતૂહલવૃત્તિથી રહિત (૯) કૃતજ્ઞ (૧૦) વિનયવાન (૧૧) રાજ્ય અપરાધ રહિત (૧૨) સુડોળ શરીર (૧૩) શ્રદ્ધાવાન (૧૪) સ્થિર ચિત્તવાળા તેમજ સમ્યગુ ઉપસંપન્ન(શુદ્ધ ભાવથી યુક્ત). આ ગુણોથી યુક્તને દીક્ષા દેવી જોઈએ અથવા તેમાંથી એક-બે ગુણ ઓછા હોય તો પણ બહુગુણ યુક્તને દીક્ષા દઈ શકાય છે. –અભિધાન રાજેન્દ્ર કોષ “વળા' પૃષ્ટ–૭૩૯ દીક્ષા દાતાના લક્ષણ:- ઉપર્યુક્ત ૧૫ ગુણ યુક્ત તથા (૧૬) વિધિપૂર્વક પ્રવ્રજિત (૧૭) સમ્યફપ્રકારથી ગુરુકુલવાસમાં રહેનાર (૧૮) પ્રવ્રજ્યાકાળથી સતત અખંડ શીલવાળા (૧૯) પરદ્રોહ રહિત (૨૦) યથોક્ત વિધિથી ગ્રહણ કરેલ સૂત્રજ્ઞાની (૨૧) સૂત્રો તેમજ અધ્યયનો વગેરેનાં પૂર્વાપર સંબંધોનાં જ્ઞાનમાં નિષ્ણાત (રર) તત્ત્વજ્ઞ (ર૩) ઉપશાંત (ર૪) પ્રવચન વાત્સલ્યયુક્ત(પ્રવચનપ્રેમી) (૨૫) પ્રાણીઓના હિતમાં રત (૨૬) આદેય વચનવાળા (૨૭) ભાવોની અનુકૂળતાથી શિષ્યોની પરિપાલના કરનારા (૨૮) ગંભીર(ઉદાર મનવાળા) (૨૯) પરીષહ વગેરે આવવાથી દીનતા ન દેખાડનારા (૩૦) ઉપશમ લબ્ધિ સંપન્ન(ઉપશાંત કરવામાં ચતુર), (૩૧) ઉપકરણ લબ્ધિ સંપન્ન, સ્થિર હસ્ત લબ્ધિ સંપન્ન, સૂત્રાર્થ વક્તા (૩ર) ગુરુની આજ્ઞાનુસાર ગુરુ પદ ધારણ કરનારા એવા વિશિષ્ટ ગુણવાળાને ગુરુ બનાવવા જોઈએ. – [અભિધાન રાજેન્દ્ર કોષ પવના પૃ. ૭૩૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org