________________
૧૧૩
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-૧૦: સાધ્વીને અભિગ્રહયુક્ત આસનનો નિષેધ [ઉદ્દેશક–૫ : સૂત્ર-૨૦-૩૨] યદ્યપિ અભિગ્રહ આદિ સાધનાઓ વિશેષ નિર્જરાના સ્થાન છે, તો પણ શાસ્ત્રમાં સાધ્વીને માટે બ્રહ્મચર્યમહાવ્રતની સુરક્ષામાં બાધક હોવાથી આ આસન સંબંધી અભિગ્રહોનો નિષેધ કર્યો છે તથા ભાષ્યમાં અગીતાર્થ સાધુઓને પણ આ અભિગ્રહોને ધારણ કરવાનો નિષેધ કર્યો છે.
વીરાસન અને ગોદુહિકાસન એ સ્ત્રીની શારીરિક સમાધિને અનુકૂળ નથી હોતા તે કારણથી ભાષ્યકારે તેનો નિષેધ કર્યો છે.
वीरासण गोदोही मुत्तुं, सव्वे वि ताण कम्पति ।
ते पुण पडुच्च चेटुं, सुत्ता उ अभिग्गहं पप्प ॥५९५६॥ અર્થ - વીરાસન અને ગોદોહિકાસનને છોડીને પ્રવૃત્તિની અપેક્ષાએ બધા આસન સાધ્વીએ કરવા કહ્યું છે. સૂત્રોમાં જે નિષેધ કર્યો છે તે અભિગ્રહની અપેક્ષાથી કર્યો છે.
પરિશિષ્ટ-૧૧ઃ અવલંબન યુક્ત આસનોનો વિધિ નિષેધ [ઉદ્દેશક–૫: સૂત્ર-૩૩-૩]ઃ “આકુંચનપટ્ટકનું બીજુ નામ પર્યસ્તિકાપટ્ટક છે. આ ચાર આંગુલ પહોળું અને શરીર પ્રમાણ જેટલું સુતરનું વસ્ત્ર હોય છે. ભીંત આદિનો સહારો ન લેવો હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે.
જ્યાં દીવાલ આદિ પર ઉધઈ આદિ જીવોની સંભાવના છે અને વૃદ્ધ ગ્લાન આદિને અવલંબન લઈને બેસવું આવશ્યક હોય તો આ પર્યસ્તિકાપટ્ટથી કમરને અને ઘૂંટણને ઊંચા કરીને પગોને બાંધી દેવાથી આરામ ખુરશીની જેમ અવસ્થા થઈ જાય છે અને દીવાલનો સહારો લેવા સમાન શરીરને આરામ મળી જાય છે.
પર્યસ્તિકાપટ્ટ લગાવીને આ રીતે બેસવું ગર્વયુક્ત આસન થાય છે. સાધ્વીને માટે આ પ્રકારે બેસવું શરીર-સંરચનાના કારણે લોકનિંદિત થાય છે એટલા માટે સૂત્રમાં તેના માટે પર્યસ્તિકાપટ્ટકનો નિષેધ કર્યો છે.
ભાષ્યકારે બતાવ્યું છે કે અત્યંત આવશ્યક હોય તો સાધ્વીએ પર્યસ્તિકાપટ્ટક લગાવીને તેના ઉપર વસ્ત્ર ઓઢીને બેસવાનો વિવેક રાખવો જોઈએ. સાધુએ પણ સામાન્યપણે પર્યસ્તિકાપટ્ટ ન લગાવવો જોઈએ કારણ કે વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગ કરવાને માટે જ આ ઔપગ્રહિક ઉપકરણ છે.
પૂર્વ સૂત્રોમાં અવલંબન લેવા માટે પર્યસ્તિકા વસ્ત્રનું કથન કર્યા પછી આગળના સૂત્રોમાં અવલંબન યુક્ત ખુરશી આદિ આસનોનું વર્ણન છે. આવશ્યક હોવા પર સાધુ આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. એ ન મળવાથી પર્યસ્તિકાપટ્ટનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org