________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
તથા પરસ્પર સાથે રહેવામાં અને બીજાને પોતાની સાથે રાખવામાં કુશળ; સીવણ, લેપન, આદિ કામ કરવા, કરાવવામાં નિપુણ; આ પ્રમાણે નિઃસ્વાર્થ સહયોગ દેવાના સ્વભાવવાળા ગુણનિધિ સાધુ ‘સંગ્રહ કુશળ’ છે.
૧૩૦
-
(૬) ઉપગ્રહ કુશળ :– જે બાલ, વૃદ્ધ, રોગી, તપસ્વી, અસમર્થ સાધુ આદિને શય્યા, આસન, ઉપધિ, આહાર, ઔષધ વગેરે આપે છે, અપાવે છે. જે એમની સ્વયં સેવા કરે છે બીજા પાસે કરાવે છે, ગુરુ દ્વારા આપેલી વસ્તુ કે કહેલી વાત નિર્દિષ્ટ સાધુઓ સુધી પહોંચાડે છે તથા તેઓના દ્વારા અન્ય નિર્દિષ્ટ કાર્યોને કરી આપે છે. જેઓના આચાર્ય આદિ નથી તેઓને આત્મીયતાથી માર્ગ બતાવે છે. આવા નિઃસ્વાર્થ, પરોપકારી અને સેવાનિષ્ઠ ગુણવાળા સાધુ ‘ઉપગ્રહ કુશળ’ છે. (૭) અક્ષત આચાર ઃ- - આધાકર્મી આદિ દોષોથી રહિત શુદ્ધ આહાર લેનારા, તેમજ પરિપૂર્ણ આચારનું પાલન કરનારા.
(૮) અભિન્નાચાર ઃ– કોઈ પ્રકારના અતિચારોનું સેવન કર્યા વિના પાંચ આચારોનું પરિપૂર્ણ પાલન કરનારા.
(૯) અસબલ આચાર ઃ– વિનય, વ્યવહાર, ભાષા, ગોચરી, વગેરેમાં દોષ ન લગાડનારા અથવા સબળ દોષોથી રહિત આચારવાળા.
(૧૦) અસક્લિષ્ટ ઃ– આ લોક પરલોક સંબંધી સુખોની કામનાઓનો અને ક્રોધ-કષાયાદિનો ત્યાગ કરનારા, સંક્લિષ્ટ પરિણામોથી રહિત.
‘ક્ષત આચાર’ આદિ શબ્દના અર્થ “અક્ષત આચાર આદિ”ના અર્થથી વિપરીત સમજી લેવા જોઈએ. જેમ કે (૧) આધા કર્મ આદિ દોષોનું સેવન કરનારા. (૨) અતિચારોનું સેવન કરી પાંચ આચાર કે પંચ મહાવ્રતમાં દોષ લગાડનારા. (૩) વિનય, ભાષા વગેરેનો વિવેક નહિ રાખનારા, સબલ દોષોનું સેવન કરનારા. (૪) પ્રશંસા, પ્રતિષ્ઠા, આદર અને ભૌતિક સુખની ઇચ્છા કરનારા અથવા ક્રોધ આદિથી સંક્લિષ્ટ પરિણામ રાખનારા.
:
બહુશ્રુત-બહુ આગમજ્ઞ – અનેક સૂત્રો અને તેના અર્થોને જાણનારાને ‘બહુશ્રુત અને બહુ આગમજ્ઞ’ કહેવાય છે. આગમોમાં એ શબ્દોનો ભિન્ન-ભિન્ન અપેક્ષાથી પ્રયોગ છે, જેમ કે – (૧) ગંભીરતા, વિચક્ષણતા અને બુદ્ધિમત્તા આદિ ગુણોથી યુક્ત. (૨) જિનમતની ચર્ચા-વાર્તામાં નિપુણ કે મુખ્ય સિદ્ધાન્તોના જ્ઞાતા. (૩) અનેક સૂત્રોના અભ્યાસી. (૪) છેદ સૂત્રોમાં પારંગત. (૫) આચાર અને પ્રાયશ્ચિત્ત વિધાનોમાં કુશળ. (૬) જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ બહુશ્રુત.
૧. જઘન્ય બહુશ્રુત ઃ– આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ કરનારા. ૨. મધ્યમ બહુશ્રુત ઃ- આચારાંગ, સૂત્રકૃતાંગ અને ચાર છેદ સૂત્રોને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org