________________
છંદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૩. ઉત્કૃષ્ટ બહુશ્રુત :– દ્રષ્ટિવાદને ધારણ કરનારા, અર્થાત્ નવપૂર્વથી ચૌદ પૂર્વ સુધીનું જ્ઞાન ધારણ કરનારા. એ સર્વને બહુશ્રુત કહ્યા છે.
૧૩૮
૪. અબહુશ્રુત અબહુઆગમશે :જે અલ્પ બુદ્ધિવાળા, અતિ સરલ, ભદ્ર પરિણામી, અલ્પ અનુભવી અને અલ્પ આગમ અભ્યાસી હોય છે તે ‘અબહુશ્રુત અબહુઆગમજ્ઞ' કહેવાય છે તથા આચારાંગ, નિશીથ, આવશ્યક, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રના અર્થ સહિત અધ્યયનને કંઠસ્થ ન કરનારાને ‘અબહુશ્રુત અબહુઆગમજ્ઞ’ કહેવાય છે.
卐 [૫] આચાર્ય બનાવો કેવા ? સૂત્રમાં બતાવે તેવા 卐
૧. ઓછામાં ઓછી પાંચ વર્ષની દીક્ષા પર્યાય હોય.
૨. બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય.
૩. ઓછામાં ઓછા નવ શાસ્ત્ર અર્થ સહિત કંઠસ્થ કરેલા હોય ઃ (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫)
નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭) બૃહત્ત્પ સૂત્ર (૮) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૯) વ્યવહાર સૂત્ર.
૪. બ્રહ્મચર્ય આદિ મહાવ્રતને જેણે ક્યારેય ખંડિત ન કર્યા હોય.
૫. સબળ દોષ આદિ કોઈ દોષોથી સંયમ દૂષિત ન કર્યો હોય.
૬. સંયમના નિયમ-ઉપનિયમોનું પાલન કરવા અને કરાવવામાં કુશળ હોય. ૭. જિન પ્રવચનના કુશળ જ્ઞાતા હોય, જાણકાર હોય.
૮. જેની શ્રદ્ધા અને પ્રરૂપણા અત્યંત નિર્મળ હોય તથા જે આગમ તત્ત્વોને સમજાવવામાં ચતુર-દક્ષ હોય.
૯. પ્રભાવશાળી, ઉપકાર બુદ્ધિવાળા અને અન્યના હિતની ભાવના હોય તથા સ્વસ્થ હોય. –[વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક—૩, સૂત્ર-૫માં
૧૦. દશાશ્રુત સ્કંધ દશા–૪ અનુસાર આચાર્ય આઠ સંપદાથી યુક્ત હોવા જોઈએ– ૧. આચાર સંપન્ન ૨. શ્રુત સંપન્ન ૩. શરીર સંપન્ન ૪. વચન સંપન્ન ૫. વાયના સંપન્ન ૬. બુદ્ધિ સંપન્ન ૭. સ્ફુરણા બુદ્ધિ(પ્રયોગમતિ) સંપન્ન ૮. સંગ્રહ-પરિક્ષા સંપન્ન. આ આઠ સંપદાઓનો સારાંશ ઉપર્યુક્ત વ્યવહાર સૂત્રોક્ત ગુણોમાં સમાવેશ થઈ જાય છે.
૧૧. પરંપરા અનુસાર આચાર્યના છત્રીશ ગુણ કહેવાય છે, તેનો પણ વ્યવહાર સૂત્ર નિર્દિષ્ટ ગુણોમાં સમાવેશ થઈ જાય છે. યથા— ૧-૫. પાંચ આચાર પાળે. ૬-૧૦. પાંચ મહાવ્રત પાળે. ૧૧-૧૫. પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ કરે. ૧૬-૧૯. ચાર કષાય ટાળે. ૨૦-૨૮. નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરે. ૨૯-૩૬. પાંચ સમિતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org