________________
છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
આચાર સંબંધી શિક્ષાઓથી સુરક્ષિત કરે, તે આચાર સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે— ૧. સંયમની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ-નિષેધોનું જ્ઞાન કરાવવું. યતિ ધર્મ, પરિષહજય આદિનો યથાર્થ બોધ દેવો. ૨. અનેક પ્રકારની તપશ્ચર્યાઓના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવવું. તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવો, નિરંતર તપશ્ચર્યા કરવાની શક્તિ પ્રાપ્ત કરવાને માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની અને પારણામાં પરિમિત પથ્ય આહારાદિના સેવનની વિધિનું જ્ઞાન કરાવવું. ૩. ગીતાર્થ અગીતાર્થ ભદ્રિક પરિણામી આદિ બધાની સંયમ સાધના નિર્વિઘ્ન સંપન્ન થવા માટે આચાર શાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે બનાવેલ ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમો(સમાચારી)નું સમ્યજ્ઞાન કરાવવું. ૪. ગણની સામૂહિક ચર્યાનો ત્યાગ કરી એકલા વિહાર કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાલમાં સાવધાનીઓ રાખવાનું જ્ઞાન કરાવવું અને એકલા વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું જ્ઞાન કરાવવું કારણ કે સાધુનો બીજો મનોરથ એ છે કે ‘ક્યારે હું ગચ્છના સામૂહિક જીવનથી અને સંઘીય કર્તવ્યોથી મુક્ત થઈને એકાકી વિહાર ચર્ચા ધારણ કરું ?’ તેથી એકાકી વિહારચર્યાની વિધિનું જ્ઞાન કરાવવું તે આચાર્યનો ચોથો આચાર વિનય છે.
७४
આચારાંગ સૂત્ર થ્રુ. ૧ અ. ૫ અને માં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારે એકાકી વિહારચર્યાના લક્ષણ બતાવ્યા છે. તેમાંથી અપ્રશસ્ત એકલ વિહાર ચર્યાના વર્ણનને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં એકલ વિહાર ચર્ચાના નિષેધની પરંપરા પ્રચલિત છે, પરંતુ પ્રસ્તુત સૂત્ર કથિત આચાર્યનું કર્તવ્ય અને સ્થાનાંગ સૂત્ર કથિત ભિક્ષુનો બીજો મનોરથ તથા શ્રી ભગવતી સૂત્ર કથિત ગણવ્યુત્સર્ગ તપ આદિ આગમ વર્ણનોને જોતાં એકલ વિહાર ચર્ચાનો સર્વથા વિરોધ કરવો, આગમ સમ્મત કહી શકાતો નથી. આ પાઠની વ્યાખ્યામાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આચાર્ય એકાકી વિહાર ચર્ચા ધારણ કરવાને માટે બીજાને ઉત્સાહિત કરે તથા સ્વયં પણ અનુકૂળ અવસર જાણી, નિવૃત્ત થઈને આ ચર્ચાને ધારણ કરે. આ સૂત્રની નિર્યુક્તિ ચૂર્ણિના સંપાદક મુનિરાજ શ્રી પણ એ જ સૂચિત કરે છે કે–એકલ વિહાર ચર્ચાનો એકાન્ત નિષેધ કરવો ઉચિત નથી અને આવું પ્રરૂપણ-નિરૂપણ કરવું તે અનંત સંસાર વધારવાનું કારણ છે. આ રીતે આચાર્યનો ચાર પ્રકારનો આચાર વિનય આ સૂત્રમાં દર્શાવેલ છે.
(૨) શ્રુત વિનય ઃ— ૧–૨. આચાર ધર્મનું પ્રશિક્ષણ દેવાની સાથેસાથે આચાર્યનું બીજુ કર્તવ્ય છે— આજ્ઞાધીન શિષ્યોને (૧) સૂત્ર વાચના અને અર્થની વાચના દઈને શ્રુત સંપન્ન બનાવવા. ૩. તે સૂત્રાર્થના જ્ઞાનથી તપ સંયમની વૃદ્ધિના ઉપાયોનું જ્ઞાન કરાવવું અર્થાત્ શાસ્ત્રજ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવું અથવા સમયેસમયે તેઓને હિત શિક્ષા આપવી. ૪. સૂત્ર રુચિવાળા શિષ્યોને પ્રમાણનયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org