________________
ર૪૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
વગેરેમાં મુખવસ્ત્રિકા મુખ પર ન રહે તો જિનકલ્પી વગેરેને માટે ભાષ્યાદિમાં તેને મુનિ ચિહ્નની અપેક્ષાએ આવશ્યક ઉપકરણ કહેવું નિરર્થક થઈ જાય છે.
ભગવતી સૂત્ર શ.૯, ૧.૩ર માં મુહપત્તિમાં આઠ પડ હોવા સિદ્ધ થાય છે. સમુત્થાન સૂત્રમાં પણ આઠ પડ હોવાનો ઉલ્લેખ છે. થે. મૂર્તિપૂજક સમાજમાં ચાર પડની મુહપત્તિ રાખવામાં આવે છે. પરંતુ એક કીનારીએ નામ માત્ર આઠ પડ પણ કરવામાં આવે છે. તેને તેઓ હંમેશાં સાથે રાખે છે, વિહાર વગેરેના સમયમાં ચોલપટ્ટકમાં પણ લટકાવી દયે છે. શ્વે. સ્થાનકવાસી મુનિ સંપૂર્ણ આઠ પડ કરીને મુહપત્તિ મુખ પર બાંધે છે.
શિવપુરાણ અધ્યાય ર૧માં જૈન સાધુનો પરિચયદેતાં મુખ પર મુખવસ્ત્રિકા ધારણ કરવાનું કહેલ છે, જેમ કે
हस्ते पात्रं दधानाश्च, तुंडे वस्त्रस्य धारकाः ।।
मलिनान्येव वासांसि, धारयंत्यल्प भाषिणः ॥ નિશીથ ભાષ્ય તથા પિંડનિયુક્તિમાં કહ્યું છે કે- વિતિય િવ vમળ, મુદપમાળા #ાયવ્ય / ૧૮૦૧ / – રાજેન્દ્ર કોષ ભા.જપાના- ૩૩૩.
મુખવસ્ત્રિકાની સંખ્યા પણ આગમમાં કહેલ નથી; માટે બે કે વધારે આવશ્યકતાનુસાર રાખી શકાય છે. વ્યાખ્યાગ્રંથોમાં એક-એક મુખવસ્ત્રિકા રાખવાનું કહેલ છે. કબલ સંબંધી વિચારણા :
આગમોમાં અનેક જગ્યાએ કંબલનું નામ આપેલ છે. આ ઉપકરણ ઠંડીમાં શરીરની રક્ષાને માટે રાખવામાં આવે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જ્યાં ત્રણ પછેડીનું કથન છે–ત્યાં અન્ય ઉપધિમાં કબલનું નામ નથી એટલા માટે તેનો સમાવેશ ત્રણ પછેડીમાં કરવામાં આવે છે. જે ભિક્ષ શીત-પરીષહ સહન કરી શકે છે. તે વસ્ત્રનું ઉણોદરી તપ કરતાં સૂતરની ચાદર(પછેડી)થી પણ નિર્વાહ કરી શકે છે તથા અચેલ પણ રહી શકે છે. વસ્ત્રની જાતિની અપેક્ષાથી ઊણોદરી તપ કરતાં ભિક્ષુ કેવળ સૂતરનાં વસ્ત્ર રાખવાથી કંબલનો ત્યાગ કરી શકે છે.
કંબલને જીવ રક્ષાનું સાધન પણ માનવામાં આવે છે, જે પરંપરા માત્ર છે પરંતુ આગમ સંમત નથી. કારણ કે (૧) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–9માં પડિમાધારી ભિક્ષુને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિહાર કરવાનું વર્ણન છે. જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રાત્રી અપ્રમતભાવથી પસાર કરવાનું કથન છે. (૨) બૃહત્કલ્પ સૂત્ર ઉદરમાં સાધુને ખુલ્લા આકાશવાળા સ્થાનમાં રહેવું કલ્પનીય કહ્યું છે. પરંતુ આ સૂત્રોમાં અપ્લાયની વિરાધના થવી કે કંબલ ઓઢીને રહેવું એમ કંઈ પણ કહેલ નથી. માટે કિંબલને મુખવસ્ત્રિકા કે રજોહરણની સમાન જીવરક્ષાનું આવશ્યક ઉપકરણ માનવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org