________________
૧ર૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
આરામથી બેસતા થકા પણ આગમની પુનરાવૃત્તિ, શ્રવણ અને પૃચ્છા વગેરે કરી શકે છે. સૂત્ર-૧૯ઃ વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાની પાસે આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવું જોઈએ. સૂત્ર-૨૦ : સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાનું કંઈપણ સેવાકાર્ય કરવું ન જોઈએ. આગમ પ્રમાણે વિશેષ પરિસ્થિતિને કારણે તેઓ એકબીજાની સેવા-પરિચર્યા આદિ કરી શકે છે. સૂત્ર-૨૧ : સાપ કરડી જાય તો સ્થવિરકલ્પી ભિક્ષુ મંત્ર ઉપચાર(ચિકિત્સા) કરાવી શકે છે પરંતુ જિન કલ્પીએ ઉપચાર કરવો કે કરાવવા કહ્યું નહિ. વિર કલ્પીને આ ઉપચારો કરાવવાનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. જ્યારે જિનકલ્પીને આવા ઉપચાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે.
છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ. સૂત્ર–૧ : જ્ઞાતિજનોના ઘરોમાં જવાને માટે આચાર્ય આદિની ખાસ આજ્ઞા મેળવવી જોઈએ. અગીતાર્થ અને અબહુશ્રુતે એકલા ન જવું જોઈએ, ગીતાર્થ સાધુની સાથે જ જવું જોઈએ. ત્યાં તેના ઘરમાં પહોંચ્યા પહેલા બનેલી વસ્તુ જ લેવી જોઈએ પછી બનેલી કે બનાવેલી વસ્તુ ન લેવી જોઈએ. સૂત્ર-૨-૩ઃ આચાર્ય ઉપાધ્યાયના આચાર સંબંધી પાંચ અતિશય-વિશેષ છૂટ છે અને ગણાવચ્છેદકના છેલ્લા બે અતિશય છે– (૧) ઉપાશ્રયમાં પગનું પ્રમાર્જન (૨) ઉપાશ્રયમાં મલ-ત્યાગ. (૩) સેવા–કાર્ય ઐચ્છિક. (૪) ઉપાશ્રયમાં એકલા રહેવું. (૫) બહાર એકલા રહેવું. સૂત્ર-૪-૫: અકૃત સૂત્રી(અગીતાર્થ) અનેક સાધુઓને કયાંય પણ નિવાસ કરવો કલ્પ નહિ. પરિસ્થિતિવશ ઉપાશ્રય બરાબર(યોગ્ય) હોય તો એક બે રાત રહી શકે છે. વધારે રહેવા પર તે સર્વ પ્રાયશ્ચિત્તપાત્ર બને છે. સૂત્ર-૬-૭ઃ અનેક વગડ(વિભાગ), અનેક દ્વાર-માર્ગવાળા ઉપાશ્રયમાં એકલા સાધુએન રહેવું જોઈએ અને એક વગડ(વિભાગ), એક દ્વાર-માર્ગવાળા ઉપાશ્રયમાં પણ ઉભયકાળ ધર્મ જાગરણ કરતા થકા રહેવું જોઈએ. સૂત્ર-૮-૯ઃ સ્ત્રીની સાથે મૈથુન સેવન ન કરે તો પણ હસ્તકર્મના પરિણામે અને કુશીલ સેવનના પરિણામોથી શુક્રપુદ્ગલને કાઢવાથી સાધુને અનુક્રમે ગુરુમાસિક કે ગુરુચૌમાસીનું પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૦-૧૧ : બીજા ગચ્છમાંથી આવેલા ક્ષત દોષયુક્ત આચારવાળા સાધુસાધ્વીને પૂર્ણ આલોચના પ્રાયશ્ચિત્ત કરાવીને સાથે રાખી શકાય છે. તેમજ એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org