________________
૧૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ચાર છેદ સૂત્રોનો વિષય પરિચય :
(૧) નિશીથસૂત્ર અનિવાર્ય કારણોથી અથવા કારણ વિના સંયમની મર્યાદાઓનો ભંગ કરીને જો કોઈ સ્વયં આલોચના કરે ત્યારે કયા દોષનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે છે, તે આ છેદ સૂત્રનો વિષય છે.
-:
પહેલા ઉદ્દેશકમાં ‘ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય’ દોષોનું નિરૂપણ કર્યુ છે. ઉદ્દેશા બીજાથી પાંચમા સુધીમાં ‘લઘુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય’ દોષોની પ્રરૂપણા કરી છે. ઉદ્દેશક છ થી અગિયાર સુધી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. ઉદ્દેશક બારથી ઓગણીસ સુધીમાં લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. વીસમા ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત દેવાની અને વહન કરવાની વિધિ બતાવી છે.
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારની શુદ્ધિ, આલોચના, મિચ્છામિ દુીડના અલ્પ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. અનાચાર દોષના સેવનનું જ નિશીથસૂત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત થાય છે. આ સ્થવિરકલ્પી સામાન્ય સાધુઓની મર્યાદા છે. જિનકલ્પી કે પ્રતિમાધારી આદિ વિશિષ્ટ સાધના કરનારાને અતિક્રમ આદિનું પણ નિશીથ સૂત્રોક્ત ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે.
૧. લઘુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક એકાસણુ ઉત્કૃષ્ટ ૨૭ ઉપવાસ છે. ૨. ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક નિવી(કે બે એકાસણા) ઉત્કૃષ્ટ ૩૦ ઉપવાસ છે. ૩. લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક આયંબિલ(કે એક એકાસણુ) ઉત્કૃષ્ટ ૧૦૮ ઉપવાસ છે. ૪. ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક ઉપવાસ(કે ચાર એકાસણા) ઉત્કૃષ્ટ ૧૨૦ ઉપવાસ છે. ૫. ઉક્ત દોષોના પ્રાયશ્ચિત્ત સ્થાનોનું વારંવાર સેવન કરવાથી અથવા તેઓનું સેવન લાંબા સમય સુધી ચાલતું રહેવાથી પ્રાયશ્ચિત્ત તપની સીમા વધતી જાય છે. જે ક્યારેક દીક્ષા છેદ સુધી વધારી શકાય છે. ૬. કોઈ સાધુ-સાધ્વી મોટા દોષને ગુપ્તરૂપમાં સેવન કરીને છુપાવવા ઇચ્છે પરંતુ ક્યારેક તે દોષને બીજા કોઈ સિદ્ધ કરીને પ્રાયશ્ચિત્ત અપાવે, તો દીક્ષા છેદનુ જ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૭. બીજા દ્વારા સિદ્ધ કરવા છતાં પણ દોષી સાધક અત્યધિક જૂઠ, કપટ કરીને વિપરીત આચરણ કરે, ત્યારે કોઈ દ્વારા પ્રમાણિત કરવા પર સરળતાથી સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત લે તો નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ૮. જો દુરાગ્રહવશ થઈને કોઈ પણ રીતે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરે તો ગચ્છમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે.
(૨) દશાશ્રુત સ્કન્ધ સૂત્ર :– આ સૂત્રને આગમમાં ‘દસા’ એવં ‘આચાર દસા’ નામથી ઓળખાય છે. તેના દસ અધ્યાય છે, જેને પ્રથમ દશા આદિ કહેવાય છે. પ્રત્યેક દશામાં સંખ્યાના નિર્દેશની સાથે એક-એક વિષયનું નિરૂપણ કર્યુ છે. આમાં અધિકતર સાધુના આચાર શુદ્ઘિના પ્રેરણાત્મક વિષય છે. તે સિવાય અનુપમ ઉપલબ્ધિથી આત્મ આનંદની પ્રાપ્તિ, સંઘ વ્યવસ્થા, શ્રાવકના ઉચ્ચ જીવન સંબંધી વિષય પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org