________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૬) દશવૈકાલિક અધ્ય.-૮, ગાથા–માં ઉષ્ણોદક ગ્રહણ કરવાનું વિધાન છે. આચારાંગ તેમજ નિશીથમાં વર્ણવેલ ‘સુદ્ધ વિયડ’ ઉષ્ણોદકથી ભિન્ન છે કારણ કે ત્યાં તાત્કાલિક બનેલા ‘સુદ્ઘ વિયડ’ ને ગ્રહણ કરવાનો નિષેધ તેમજ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે. માટે તેને અચિત્ત શુદ્ધ શીતલ જળ જ સમજવું જોઈએ.
૨૦૦
આગમોમાં વર્ણિત ગ્રહણ કરવા લાયક અગિયાર પ્રકારનાં ગ્રાહ્ય ધોવણ પાણી અને તેના અર્થ આ પ્રમાણે છે
૧. ઉÒદિમ :– લોટથી લેપાયેલ હાથ કે વાસણનું ધોવણ.
-
-
૨. સંર્વેદિમ :– ઉકાળેલા તલ, પાંદડા—શાક વગેરેને ધોયેલ જલ. ૩. તન્દુલોદક :-- ભાતનું ધોવણ.
૪. તિલોદક :– તલનું ધોવણ.
૫. તુષોદક :– ફોતરા યુક્ત ધાન્યોમાંથી ફોતરા કાઢવા માટે બનેલું ધોવણ. ૬. જવોદક :– જવનું ધોવણ.
૭. આયામ :- અવશ્રાવણ-ઉકાળેલ વસ્તુઓના પાણી.
૮. સોવી૨ :– કાંજીનું પાણી, ગરમ લોઢુ, લાકડી વગેરે ડૂબાડેલ પાણી. ૯. શુદ્ધ વિકટ :– હરડા, બહેડા, રાખ, લવીંગ વગેરેથી અચેત બનાવેલ જલ.
=
૧૦. વારોદક :– ગોળ વગેરે કોઈપણ ખાધ પદાર્થોનાં વાસણ ધોવાયેલ પાણી.
-
૧૧. આશ્લકાંજિક :– ખાટા પદાર્થોનું ધોવણ કે છાશની પરાશ.
બાર પ્રકારનાં અગ્રાહ્ય ધોવણ પાણી :
૧. આય઼ોદક :– કેરી ધોયેલ પાણી.
૨. અમ્બાડોદક :– આગ્નાતક(ફળ વિશેષ) ધોયેલ પાણી. ૩. કપિત્થોદક :- કેથ કે કવીઠ ધોયેલ પાણી.
-
૪. બીજપૂરોદક :– બિજોરાનું ધોયેલ પાણી. ૫. દ્રાક્ષોદક :– દ્રાક્ષ ધોયેલ પાણી.
૬. દાડિમોદક :- દાડમ ધોયેલ પાણી.
૭. ખજૂરોદક :– ખજૂર ધોયેલ પાણી. ૮. નાલિકેરોદક :– નારીયેલ ધોયેલ પાણી.
૯. કરીરોદક :– કેળ ધોયેલ પાણી.
:
૧૦. બદિરોદક ઃ- બોર ધોયેલ પાણી.
૧૧. આમલોદક ઃ- આંબળા ધોયેલ પાણી.
૧૨. ચિચોદક :– આંબલી ધોયેલ પાણી.
=
ફળોને ધોયેલ પાણી પણ અચેત્ત તો હોઈ શકે છે. કારણ કે પાણીમાં થોડા સમય ફળના રહેવા પર કે ધોવાથી કોઈ ફળનો રસ તથા તેના પર લાગેલા અન્ય પદાર્થોનો સ્પર્શ પાણીને અચિત્ત કરી શકે છે, પરંતુ બીજ, ગોટલી કે નાના ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org