________________
૨૩૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
I પ્રકરણ-રરઃ મેલ પરીષહ વિજયઃ ઉત્સર્ગ-અપવાદનો વિવેક [ઉદ્દેશક-૩ઃ સૂત્ર ૬૭૬૮] અપવાદ કલ્પ – અલ્પાધિક(અલ્પ કે વધારે) ચક્ષુરોગ થઈ જવાના કારણે આંખમાંથી ચીપડા(મેલ) કાઢવા તે “સકારણ છે અને તે પ્રાયશ્ચિત્તને યોગ્ય નથી. દાંતમાંથી અન્ન વગેરેનાં કણો કાઢવા તથા દાંત સંબંધી હીનાધિક રોગ થઈ જવાથી દાંતને સાફ કરવા તે પણ “સકારણ છે અને તેનું પ્રાયશ્ચિત નથી.
નખોમાં ભરાયેલ મેલ કયારેક જરૂરી થતા કાઢવો, અશુચિમય પદાર્થોને કાઢવા તથા પ્રવેશેલા અનાજનાં કણો કાઢવા તે પ્રાયશ્ચિત્તને યોગ્ય નથી. બાળગ્લાન વગેરેની વૈયાવચ્ચ સંબંધી કાર્યોને માટે અથવા સામૂહિક સેવા કાર્યોને માટે નખોનો મેલ કાઢવો “સકારણ છે. ઉત્સર્ગ કલ્પઃ- જે પોતાની લબ્ધિનો આહાર કરનારા કે એકલા આહાર કરનારા ગચ્છવાસી ધર્મરુચિ અણગાર કે અર્જુન માળી જેવા સાધક હોય, અથવા ગચ્છની બહાર નીકળી ગયેલ સાધુ હોય, ગચ્છમાં પણ સેવા સંબંધી કાર્યોથી સંપૂર્ણ નિવૃત્ત સાધક હોય, તેમજ એક સમાન રુચિવાળા સહયોગી સાથી સાધક હોય તો આ સર્વ સાધકોને માત્ર અશુચિ કે આહારકણોને નખમાંથી કાઢવાની આવશ્યકતા રહે છે તે સિવાય નખનો મેલ કાઢવાની આવશ્યકતા તેઓને રહેતી નથી. વિવેક – ખંજવાળવાની પ્રવૃત્તિ ઓછી કરવાથી, સ્વાવલંબી તેમજ સેવાનિષ્ટ જીવન હોવાથી નખોમાં મેલ થવાની સંભાવના જ રહેતી નથી. કારણ કે વસ્ત્ર-પાત્ર ધોવા સંબંધી સેવા કાર્ય કરતાં નખોનું મેલ સ્વતઃ પાણી સાથે નીકળી જાય છે.
સૂત્ર ૬૭ અને ૮ ના આ પ્રાયશ્ચિત્ત વિધાનમાં પરીષહને જીતવાને માટે બળ આપવામાં આવેલ છે તોપણ જે સાધુ સામર્થ્યની ઉણપથી કે ક્ષેત્ર-કાળની દષ્ટિથી જલ્લ(મેલ) પરીષહને જીતવામાં સફળ ન થઈ શકે તો પણ તેણે આ પરીષહજયના વિધાનોથી વિપરીત પ્રરૂપણા તો ન જ કરવી જોઈએ. તેમજ પોતાની નબળાઈ(કમજોરી) સ્વીકાર કરવાની સરળતા ધારણ કરવી જોઈએ. તેથી સંસાર ભ્રમણ વધારવાનું થશે નહીં.
પ્રકરણ-ર૩: વિભૂષાવૃત્તિ સંબંધી જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક-૧૫ : સૂત્ર-૧૫૩-૧૫૪] ભિક્ષુ વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણો સંયમ નિર્વાહ માટે રાખે છે અને ઉપયોગમાં લે છે. યથા
जं पि वत्थं च पायं वा, कंबलं पायपुच्छणं । તં િસંગમ રતન ધાતિ પરિતિ ય ! – દશવૈ. સૂત્ર અ. ગાથા.૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org